રાજકોટ શહેરમાં માધ્યમથી પસાર થતા રેલ્વે ટ્રેકની આજુબાજુ દિવાલ કરવા ડી.આર.એમ., રેલ્વે વિભાગને રજુઆત કરતા ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહએ જણાવેલ છે કે, રાજકોટ શહેરની મધ્યમાંથી રેલ્વે લાઈન પસાર થાય છે. આ લાઈનની આજુબાજુની જગ્યાની માલિકી રેલ્વે વિભાગની હોય છે. આ જગ્યાઓમાં અવારનવાર ગેરકાયદેસર દબાણ થવાની ફરિયાદી જુદાજુદા વિસ્તારમાંથી આવે છે. તેમજ આ માલિકી રેલ્વે વિભાગની હોઈ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ સંદર્ભ સત્વરે કાર્યવાહી થઈ શકતી નથી તેમજ આવી જગ્યાઓ ખુલ્લી હોઈ, જેથી ગંદકીના મોટેપાયે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેમજ આજુબાજુ રહેતા રહેવાસીઓ દ્વારા ગંદકી તેમજ ન્યુસન્સ સંદર્ભ અવારનવાર રજુઆતો મળે છે. લોકોનો આરોગ્યલક્ષી પ્રશ્ન હોઈ આ બાબતને ગંભીરતાપૂર્વક લઈ, કામગીરી હાથ ધરવી જરૂરી છે. તો આ સંદર્ભે, શહેરની મધ્યમાં પસાર થતી રેલ્વે લાઈનની આજુબાજુ રેલ્વેની માલિકીની રેલ્વેની જમીનમાં દીવાલ કરવામાં આવે તો ગેરકાયદેસર દબાણ અટકે તેમજ ગંદકીના પ્રશ્નો ન રહે. તો ઉક્ત બાબતે જ્યાં જ્યાં જરૂઆત છે તેવા શહેરમાં રેલ્વે ટ્રેકની આજુબાજુ તમામ જગ્યાએ સત્વરે દીવાલ બનાવવા ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.