રાજકોટ : R.M.C. દ્વારા આગામી તા. ૧૫ ઓગષ્ટ ૨૦૨૧ના રોજ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાશે. માન.મેયર ડૉ.પ્રદિપ ડવ રાષ્ટ્રધ્વજને સલામી આપશે.

0
295

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ ડી. પીપળીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૦૮/૨૦૨૧, રવિવારના રોજ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ડૉ.આંબેડકર ભવન સેન્ટ્રલ ઝોન કચેરીના ગ્રાઉન્ડમાં સવારે ૦૯:૩૦ કલાકે ધ્વજવંદન અને સલામી સમારોહ કાર્યક્રમ યોજાશે. માન.મેયર ડૉ.પ્રદિપ ડવ રાષ્ટ્રધ્વજને સલામી આપશે.

હાલમાં, કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે આ કાર્યક્રમ સરકારની સુચના તેમજ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું વિગેરેના પાલન સાથે યોજવામાં આવશે.

આ પ્રસંગે સાસંદઓ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ, પાર્ટીના હોદેદારઓ, કોર્પોરેટરઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.