જ્યાં 7000થી વધુ લોકો રોજ શાક-ફ્રૂટ લેવા જાય છે તે જ્યુબિલી માર્કેટમાં બેસતા 11 ફેરિયા પોઝિટિવ

0
194
  • અત્યાર સુધીમાં 1255 ફેરિયા શંકાસ્પદ મળતા એન્ટિજેન ટેસ્ટ કરાયા તેમાંથી 23 પોઝિટિવ આવ્યા
  • હવે ક્ષૌરકર્મ ધંધાર્થીઓનો કેમ્પ, લલૂડી વોંકળીમાં એક પાણીપુરીવાળો પોઝિટિવ

રાજકોટ કોરોના વાઇરસના સંક્રમણને પ્રસરતો રોકવા શાકભાજી વેચતા ફેરિયાઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે મનપાએ ફેરિયાઓનો મેડિકલ હેલ્થ ચેકઅપ શરૂ કર્યું છે. જેમાં જ્યુબિલી શાક માર્કેટમાં 286 ફેરિયાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું તેમાં 212 લોકોમાં કોરોનાના લક્ષણ દેખાતા તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી 11 પોઝિટિવ આવ્યા છે. તેમજ લલૂડી વોંકળીમાં એક પાણીપુરી વેચતો ફેરિયો પોઝિટિવ આવ્યો છે. જ્યુબિલી શાક માર્કેટમાં દરરોજ 7000થી વાધુ લોકા શાકભાજી ખરીદી માટે જાય છે તે વિસ્તારમાં 11 ફેરિયા પોઝિટિવ આવતા આગામી દિવસોમાં તેના કારણે સંક્રમણ ફેલાયું હશે તે બહાર આવી શકે છે. મનપાએ બુધવારથી ક્ષૌરકર્મ ધંધાર્થીઓના પણ હેલ્થ કેમ્પની શરૂઆત કરી છે.

212 એન્ટિજન ટેસ્ટમાં 11 ફેરિયા પોઝિટિવ આવ્યા
રાજકોટ મહાનગરપાલિકાએ જ્યુબિલી શાક માર્કેટમાં ફેરિયાઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે આરોગ્ય પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 286 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તાપમાન તેમજ ઓક્સિજન માપવામાં આવ્યું હતુ. જેમાં 212 ફેરિયામાં લક્ષણો દેખાતા એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાં 11 ફેરિયા પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. બાકીના ફેરિયાઓને હેલ્થ કાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યા હતા.

82 શંકાસ્પદમાં એક પોઝિટિવ આવ્યો
લલૂડી વોંકળી કેનાલ રોડ ખાતે પણ ફેરિયાઓ માટે કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં 225 ફેરિયાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં 82 લોકો શંકાસ્પદ મળી આવતા ટેસ્ટ કરાયા હતા. જેમાંથી એક કેસ પોઝિટિવ મળ્યો હતા. મનપાએ અત્યાર સુધીમાં 3421 ફેરિયાનું સ્ક્રીનિંગ કર્યું છે તેમાંથી 1255 શંકાસ્પદ મળી આવતા ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાં 23 ફેરિયા પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.

એક્સપર્ટઃ જે માર્કેટમાં ગયા હોય તેમણે કાળજી રાખવી
જ્યુબિલી શાક માર્કેટમાં શાક લેવા ગયા હોય તેમણે ડરવાની જરૂર નથી, પરંતુ આગામી આઠથી દસ દિવસ સુધી વિશેષ કાળજી રાખવી. જેવી કે ખોરાક હેલ્ધી લેવો, સતત માસ્કનો ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. આગામી સપ્તાહમાં જો કોઇ સિમ્પ્ટમ દેખાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો. આ ઉપરાંત હવે શાક ખરીદી કરવા જાય ત્યારે ફરજિયાત માસ્ક પહેરે, શાક મીઠાવાળા પાણીમાં અથવા પોટેશિયમ પરમેન્ટમાં અડધો કલાક રાખવું ત્યાર બાદ જ ઉપયોગ કરવો, ખરીદી કરી ઘરમાં આવો ત્યારે સેનિટાઇઝરનો ઉપયોગ કરવો અથવા સાબુથી હાથ ધોવા જોઇએ. – ડો.પી.પી. રાઠોડ, મનપા નાયબ આરોગ્ય અધિકારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here