હિંમતનગર ટાવર સર્કલ પર સરદાર પટેલની પ્રતિમા ખસેડવા દરમિયાન ખંડિત થતાં રોષ

0
371
  • ત્રણ દિવસમાં નવી પ્રતિમા મૂકવાની નગરપાલિકાએ હૈયાધારણા આપી
  • ટાવર સર્કલના બ્યુટીફીકેશન દરમિયાન બની ઘટના

હિંમતનગર ટાવર સર્કલનું બ્યુટીફીકેશન ચાલી રહ્યુ છે અને મંગળવારે બપોરે સરદાર પટેલની પ્રતિમા ખસેડવા દરમિયાન પગના ભાગેથી ખંડિત થતાં કેટલાક લોકો એકઠા થઇ ગયા હતા અને આક્રોશ વ્યક્ત કરતાં ચીફ ઓફીસર પણ દોડી આવ્યા હતા અને ત્રણ દિવસમાં નવી પ્રતિમા મૂકવાની હૈયાધારણ આપી હતી.

મંગળવારે બપોરે સરદાર પટેલની પ્રતિમા પણ બદલવાની હોઇ જૂની પ્રતિમા ખસેડવામાં આવી રહી હતી તે દરમિયાન પ્રતિમાના પગ ખંડિત થતાં કેટલાક લોકો એકઠા થઇ ગયા હતા અને રોષ વ્યક્ત કરતાં પાલિકા ચીફ ઓફિસર આવી યશપાલસિંહ વાઘેલાએ જણાવ્યુ કે પ્રતિમા બદલવાની હોઇ તેને ફાઉન્ડેશન પરથી ખસેડવા દરમિયાન નીચેના ભાગેથી ખંડિત થઇ હતી નવી પ્રતિમા તૈયાર જ છે અને ત્રણેક દિવસમાં અન્ય કામ પુરું થઇ જતા ફરીથી સ્થાપિત કરી દેવામાં આવનાર છે. તેમણે ઉમેર્યું કે કેટલાક લોકો આ બાબતે રજૂઆત કરવા આવ્યા હતા અને તેમને આ અંગે માહિતી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here