રાજ્યના 5 નવનિયુક્ત કેન્દ્રીય મંત્રીઓ કરશે “જન આશીર્વાદ યાત્રા”, જાણો તેની વિગતવાર માહિતી

0
334
  • પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરેલ કેબિનેટ વિસ્તરણમાં ગુજરાતના 5 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે
  • 15મી ઓગસ્ટે આઝાદીના પર્વ બાદ રાજ્યમાં આ પાંચ મંત્રીઓ ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા કાઢશે
  • ગુજરાતના કુલ 151 સ્થળોએ કુલ 20,277 કિમીની યાત્રા થશે
  • 2022માં ગુજરાતની ચૂંટણીને લઈને પણ અત્યારથી જ તૈયારીઓ શરૂ

તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના 5 મંત્રીઓને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે હવે આ મંત્રીઓ ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા કાઢશે તેવી માહિતી જાણવા મળી છે. તમને જણાવી દઈએ કે 15મી ઓગસ્ટેના પર્વ બાદ રાજ્યમાં આ પાંચ મંત્રીઓ દ્વારા ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2022માં ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈને ઘણા રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ જન આશીર્વાદ યાત્રાના આયોજનથી ચૂંટણીને લઈને પણ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોય તેવો ગણગણાટ શરૂ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે આ યાત્રા ગુજરાતના કુલ 151 સ્થળોએ કુલ 20,277 કિમીમાં નિકળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં જ નવનિયુક્તિ પામેલાં ગુજરાત ભાજપના 5 કેન્દ્રીય મંત્રીઓ આ યાત્રાની આગેવાની કરશે. આગામી 16મી ઓગસ્ટથી ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા નીકળશે. ઉલ્લેખનીય છે કે આ જન આશીર્વાદ યાત્રા ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં 16થી 21 ઓગસ્ટ સુધી જુદા-જુદા સ્થળો પર નીકળશે. ચાલો જાણીએ ક્યા કેન્દ્રીય મંત્રી ક્યા વિસ્તારમાં યાત્રા શરૂ કરશે.

જન આશિર્વાદ યાત્રાની માહિતી

– કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પાલનપુરથી યાત્રા શરૂ કરીને નડિયાદમાં તેનું સમાપન થશે.

– મહેન્દ્ર મુંજપરાની જન આશીર્વાદ યાત્રા અમદાવાદથી શરૂ કરશે. જેનું સમાપન લીંબડી ખાતે થશે.

– આ ઉપરાંત દર્શનાબેન જરદોશની યાત્રા આણંદથી શરૂ થશે. જેનું સુરત ખાતે સમાપન કરવામાં આવશે.

– જ્યારે પુરૂસોત્તમ રૂપાલાની યાત્રા ઊંઝાથી શરૂ થઈને અમરેલી ખાતે પુરી થશે.

– તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ત્રણ દિવસની યાત્રા રાજકોટથી શરૂ થશે. જે ભાવનગર ખાતે પૂર્ણ થશે.Facebook Comments