માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજીયાત
રાજકોટ કોરોનાની મહામારીના કારણે છેલ્લા 4 મહિનાથી જિમ અને યોગા ક્લાસ બંધ રહ્યા હતા. ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ આજથી જિમ અને યોગા ક્લાસિસ ખોલવામાં આવ્યા છે. સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને રાજકોટમાં જિમ ખુલ્યાં છે. જિમ અને યોગા ક્લાસિસમાં પ્રવેશ કરતા પહેલા સેનિટાઈઝ કરવામાં આવશે. જિમમાં આવનાર દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજીયાત રહેશે. એક સાધનનો એક વખત ઉપયોગ કર્યા બાદ તેને સેનિટાઈઝ કરવામાં આવશે.
તમામ નિયોમોનું પાલન કરવામાં આવશે
કિસાનપરા ચોક પાસે આવેલા ટ્રીડેન્ટ ફિટનેસના માલિક રાજભાઈ ચુડાસમાએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તમામ નિયમોનું પાલન કરીને આજથી જિમ શરૂ કરવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝરનો ઉપયોગ સહિતના નિયમો ફરજીયાત કરવામાં આવ્યા છે. આજે પહેલો દિવસ હોવાથી જિમમાં લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. પરંતુ કોરોનામાં કસરત કરી લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેથી જિમ અને યોગા ક્લાસિસ ખુલ્યાં છે.
ઘણા જિમ આગામી સોમવારથી શરૂ થશે
કોરોનાની મહામારીમાં યોગા ક્લાસિસ અને જિમમાં એક સાધનનો એક વખત ઉપયોગ કર્યા બાદ તેને સેનિટાઈઝ કરવામાં આવશે. જે બાદ તેને ફરીથી ઉપયોગ કરી શકાશે. આ સાથે જ દર કલાકે અથવા તો શિફ્ટ પૂર્ણ થાય ત્યારે સેનિટાઈઝ કરવામાં આવશે. મહત્વનું છે કે ઘણા જિમ સંચાલકો આગામી સોમવારથી શરૂ કરશે