વિધાનસભાનું ચોમાસુ સત્ર સપ્ટેમ્બરમાં મળશે, ડિસ્ટન્સિગ જાળવવા ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવાની તૈયારી

0
311

હાલના વિધાનસભા ગૃહમાં અંતર જાળવી બેસાડવામાં આવે તો 90 ધારાસભ્યો જ ગૃહમાં સમાવી શકાય

ગાંધીનગર ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ચોમાસુ સત્ર સપ્ટેમ્બરમાં મળશે. ચોમાસુ સત્રમાં સામાજિક અંતર જાળવવા સહિતના પ્રોટોકોલનું પાલન કડકાઈથી કરવામાં આવશે. જેના કારણે કેટલાક ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવામાં આવશે.

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં સામાજિક અંતર જળવાય તે માટે ધારાસભ્યો પ્રેક્ષક ગેલેરીમાં બેસશે. કારણ કે 182 ધારાસભ્યો પૂરતા અંતર સાથે હોલમાં બેસી શકે નહીં. વિધાનસભા ગૃહમાં ડિસ્ટન્સિગ જાળવવામાં આવે તો માત્ર 90 જ ધારાસભ્યો બેસી શકે છે. પરિણામે બીજા ધારાસભ્યોને અન્ય જગ્યાએ બેસાડવાની તૈયારીઓ વિધાનસભા કાર્યાલય દ્વારા કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના લીધે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ટૂંકાવી દેવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here