JNUમાં અભ્યાસ કરતા અફઘાન વિદ્યાર્થીઓ અત્યારે પરત જવા ઈચ્છતા નથી, વિઝાની મુદત લંબાવવા માગણી કરી

0
165

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવે તે લગભગ નક્કી છે. આ સંજોગો અફઘાન વિદ્યાર્થી પોતાના દેશ પરત ફરવામાં જોખમ અનુભવી રહ્યા છે.

  • અફઘાનિસ્તાન જેવા યુદ્ધ ક્ષેત્રમાં મોટાભાગના લોકો બેરોજગાર છે

જવાહર લાલ યુનિવર્સિટી (JUN)માં અભ્યાસ કરી રહેલા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ અત્યારે તેમના દેશ પરત ફરવા ઈચ્છતા નથી. અફગાનિસ્તાનમાં સિવિલ વોરની સ્થિતિ છે અને તાલિબાન રાજધાની કાબુલ સુધી પહોંચી ચુક્યું છે. ભારતમાં રહેતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ ઈચ્છે છે તેમના વિઝાની મુદત લંબાવવામાં આવે, જેથી વધારે સમય સુધી ભારતમાં રહી શકાય. JNUના મોટાભાગના અફઘાન વિદ્યાર્થીઓના વિઝાની આગામી મહિને મુદત પૂરી થવા જઈ રહી છે.

ડિસેમ્બર સુધી જ ભારતમાં રહેવા મંજૂરી
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે અફઘાનિસ્તાનના મોટાભાગના વિદ્યાર્થીઓના વિઝા ડિસેમ્બર સુધી જ માન્યતા ધરાવે છે. જોકે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ખરાબ હોવાથી કોઈ વિદ્યાર્થી ત્યાં પરત ફરવા ઈચ્છતા નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે મોટાભાગના વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમ જેમ કે પીએચડી મારફતે પોતાના વિઝાની મુદત લંબાવવા ઈચ્છે છે.

કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અફઘાનિસ્તાન જેવા યુદ્ધ ક્ષેત્રમાં મોટાભાગના લોકો બેરોજગાર છે. તેઓ મોત અને ધરપકડથી બચવા ઈચ્છે છે. જોકે અહીં અમારા માટે સંપૂર્ણ ફી ભરવી મુશ્કેલ છે. કેટલાક વિદ્યાર્થીઓએ તો 23 ડિસેમ્બર સુધી હોસ્પિટલ છોડવાની છે. તેમને નવા રહેઠાણ શોધવા પડશે અને તે પણ આર્થિક મુશ્કેલીના સમયમાં ઘણુ સહન કરવું પડી રહ્યું છે.

અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખરાબ
JNUના એક વિદ્યાર્થી જલાલુદ્દીને જણાવ્યું કે અમારા દેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મને આશા છે કે અહીંના વહિવટીતંત્ર અમારી મુશ્કેલીને સમજી શકશે અને અમારા વિઝાની મુદતમાં વધારો કરશે. એક મુશ્કેલી એવી પણ છે કે JNUમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે પીએચડી કરવું ખૂબ જ મોંઘુ છે. હવે શું થશે તે હું સમજી શકતો નથી. જો કોઈ વિદ્યાર્થીના વિઝાની મુદત પૂરી થઈ જાય છે તો અભ્યાસ અથવા કોઈ આજીવિકા માટે કામ કરી શકશે નહીં.