ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ પડવાની આગાહી, ચિંતિત બનેલા ખેડૂતો માટે રાહતની ખબર

0
583

આ તસવીર પ્રતિકાત્મક છે

  • બંગાળની ખાડી પર સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું
  • 17થી 23 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના
  • ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચોમાસું સક્રિય થયાની આગાહી કરી

ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ મેઘરાજા રિસાયા હોય તેમ લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનાના 16 દિવસ વિત્યા હોવા છતાં હજુ સુધી સારો વરસાદ પડ્યો નથી. જેને લઈને ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં ભારે વરસાદથી ગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જોકે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ રહ્યું હોવાની આગાહી સ્કાયમેટ દ્વારા કરાઈ છે. જે મુજબ 17 અને 18 ઓગસ્ટથી ગુજરાત તથા રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે.

બંગાળની ખાડી પર સર્જાયું નવું લો પ્રેશર
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી મુજબ, 17મી ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, તે પશ્ચિમ તરફ આગળ વધશે. પરિણામે 17 અને 18મી ઓગસ્ટે રાજસ્થાન સાથે ગુજરાતના અમદાવાદ, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર તથા અમરેલીમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. આ સાથે જ 21 અને 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે.

21 અને 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના

21 અને 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના

ગુજરાતમાં 46 ટકા વરસાદની ઘટ
વરસાદ ખેંચાતા 1લી જૂનથી 13 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની 49 ટકા ઘટ છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં 46 ટકા વરસાદની ઘટ હોવાનું સ્કાયમેટનું કહેવું છે. ગુજરાત સાથે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ તથા રાજસ્થાનમાં પણ મોન્સૂન સક્રિય થવાની સંભાવના સ્કાયમેટે દર્શાવી છે.

ડાંગર, કપાસ સહિતના પાકોને લઈને ખેડૂતો ચિંતામાં
અમદાવાદમાં વરસાદ ખેંચાઇ જતાં ખરીફ વાવેતરને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડાંગર, કપાસ, મગ સહિતના પાકનું વાવેતર ખેૂડતોએ ઊચા જીવે કર્યું છે. ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1 લાખ 23 હજાર 279 હેક્ટરમાં વાવેતર થયું છે. માંડલમાં 11 હજાર 655 હેક્ટરમાં તુવેર વવાઇ છે. જિલ્લામાં માંડલમાં 1880 હેક્ટર, વિરમગામમાં 650 હેક્ટરમાં મઠનું વાવેતર છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદે ખમૈયા કર્યા છે, જેને કારણે ખેડૂતો વાવેતરના ભવિષ્યને લઇને ચિંતામાં પડયા છે. આગામી દિવસોમાં વરસાદ પડી જાય તો ખેતીને જીવતદાન મળી શકે તેમ છે. સાણંદ, દસક્રોઇ, બાવળા અને ધોળકાને ખારીકટ અને ફતેવાડી કેનાલનું સિંચાઇનું પાણી મળી રહેતાં આ વિસ્તારમાં ખેડૂતોમાં રાહત છે.

ગુજરાતમાં 22.22 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે

ગુજરાતમાં 22.22 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે

મગફળીમાં સુકારો, કપાસમાં ઈયળ
સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે. આ વખતે પણ ખૂબ સારું વાવેતર થયું છે પણ વરસાદની ખેંચને કારણે કપાસમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે અને કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના છે. ગુજરાતમાં કપાસનું વાવેતર સરેરાશ 25.53 લાખ હેક્ટરમાં થાય છે. આ વખતે 22.22 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, એટલે સરેરાશ વાવેતર સુધી પહોંચવું મુશ્કેલ થશે. એવી જ રીતે મગફળીનું વાવેતર 18.93 લાખ હેક્ટર સુધી અટકી ગયું છે. ગયા વર્ષે મગફળીનું વાવેતર 20.37 લાખ હેક્ટરમાં હતું, પણ વરસાદના અભાવે મગફળીના પાકમાં સુકારો શરૂ થઇ ગયો છે. જગતાત મુશ્કેલીમાં મુકાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here