ભાવનગરના 161 કારસેવકોને આગ્રામાં કેદ કરાયેલા, આગ્રામાં દસ હજાર લોકોના ટોળાએ કારસેવકોને છોડાવેલા

0
368

1990માં સોમનાથથી અયોધ્યા યાત્રાનું આયોજન કરાયું તેમાં ભાવનગરથી ગયેલા કારસેવકોએ જીવના જોખમે પ્રવાસ ખેડેલો

ભાવનગર આવતીકાલ બુધવારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણકાર્ય શરૂ થવાનું છે ત્યારે આજથી 30 વર્ષ પહેલાં જ્યારે દેશમાં વી.પી.સિંહ વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવ મુખ્યમંત્રી પદે હતા ત્યારે 1990એ વર્ષમાં ભાવનગરમાંથી અયોધ્યા ખાતેના રામ જન્મ ભૂમિ ખાતેના મંદિરના નિર્માણ માટે 25મી સપ્ટેમ્બરે ભાજપના એલ.કે.અડવાણીની રાહબરી હેઠળ સોમનાથથી અયોધ્યા યાત્રાનું આયોજન કરાયેલું તેમાં ભાવનગરમાંથી 161 કારસેવકો જોડાયા હતા.

આ કારસેવકો પૈકી કિશોરભાઇ ભટ્ટ અને અન્ય કારસેવકોએ 1990ની એ ઐતિહાસિક કારસેવાના સંભારણા વાગોળ્યા હતા. ભાવનગર રેલવે સ્ટેશને બ્રહ્મક્ષત્રિયની વાડીમાં અમે છુપાઇ-છૂપાઇને આખરે ભેગા થયા, સાંજે જ શહેરમાં કર્ફ્યુ લાગી ગયો હતો. રાત્રે 12 કલાકે ગુ્પ્તવેશમાં માથે ફેંટો બાંધી હરદેવસિંહ ગોહિલ રેલવે સ્ટેશને મુકી ગયા. અમે મુસીબતો સહન કરતા કરતા આગ્રા પહોંચ્યા જ્યાં આગ્રા ઇન્ટરટ્રેનિંગ જૈન કોલેજને જેલ બનાવી ત્યાં બંધક બનાવી દીધા હતા. કારણ કે જેલમાં જગ્યા ન હતી.

રાત્રે જયપરુ રેલવે સ્ટેશને પહોંચ્યા અને ટ્રેનમાં બેઠા તો ડબ્બામાં સેનાના જવાનો હતા
જો કે અમે ચાદર, ટુવાલ જે કાંઇ મળ્યું તે એકબીજા સાથે બાંધી ત્રીજા માળે ચડી બુમો મારી અને ચીઠ્ઠી ફે઼કી કે હમ ભાજપવાલે હૈ ગુજરાત ભાવનગર સે આયે હૈ તો થોડી જ વારમાં ત્યાંના વિવિધ વિસ્તારોમાંથી બહેુનો સહિતનું ટોળું આવી પહોંચ્યું અને 10 હજારના ટોળાએ અમને છોડાવ્યાં.


પરત ફરતા જયપુર જવા બે લકઝરી બસ આપી. છતાં અમે ચેકિંગ કરી લીધુ઼ કે રૂટ તો બારાબર છે ને. રાત્રે જયપરુ રેલવે સ્ટેશને પહોંચ્યા અને ટ્રેનમાં બેઠા તો ડબ્બામાં સેનાના જવાનો હતા. જો કે અમે અમારી ઓળખાણ આપતા તેઓએ સૌજન્યતા દાખવી સૂવા માટે જગ્યા અને કડકડતી ઠંડી હોય ઓઢવા માટે ધાબળા આપ્યા હતા. અમે પરત ફર્યા હતા. કારસેવકોને માટે આગ્રામાં બસ હાઈજેક કરી અને કિશોર ભટ્ટે તેનું ડ્રાઈવીંગ કર્યું હતું. અન્ય કારસેવકોએ બાદમાં બસ ચલાવી હતી.

આઠ કારસેવકો તો હવે હયાત નથી
ભાવનગરથી 1990માં પ્રથમ કાર સેવા ચલો અયોધ્યામાં ગયેલા કારસેવકો પૈકી 8 સેવકો તો હવે અયોધ્યામાં બનનારા આ ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્ય જોવા માટે જીવિત નથી. જેમાં દિવ્યકાંતભાઈ ગોધાણી, શૈલેષભાઈ ભટ્ટ, પોપટભાઈ ગુજરાતી, શિવરાજ ગોહિલ, પ્રવિણભાઈ ગોહિલ, ભરત વ્યાસ, મનજી દાદા અને મહાવીરસિંહ રાણાનો સમાવેશ થાય છે.

ઢાંચો તૂટતા ભાવનગરમાં પણ સર્ચ વોરંટ નીકળેલા
ઇસવીસન 1992માં અયોધ્યામાં ઢાંચો તૂટતા ડિસેમ્બર માસમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર પ્રતિબંધ લાગ્યો હતો અને દેશભરમાંથી આગેવાનોની ધરપકડ કરવાના અનુસંધાને ભાવનગરમાં પણ ભાજપ, સંઘ અને વિહિપના 11 લોકો સામે સર્ચ વોરંટ નીકળ્યું હતું.