વડોદરા વધુ 3 દર્દીના મોત, પોઝિટિવ કેસનો કુલ આંક 5047 ઉપર પહોંચ્યો, 3910 દર્દી રિકવર થયા

0
359

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 3 દર્દીના મૃત્યુ થયા છે. જેમાં વાઘોડિયા રોડના 80 વર્ષની વૃદ્ધા, છાણી ગામ વિસ્તારના 62 વર્ષના વ્યક્તિ અને પાદરા તાલુકાના 57 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત GSFCના CEP પ્લાન્ટના ઈલેક્ટ્રીક ડિપાર્ટમેન્ટના કામ કરતો 30 વર્ષીય કર્મચારી કોરોના સંક્રમિત થયો છે. તે ફર્ટીલાઈઝરનગરમાં રહે છે

વડોદરામાં કોરોનાના કેસનો કુલ આંક 5047 થયો
વડોદરા મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 5047 પર પહોંચી ગયો છે. જ્યારે શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 96 ઉપર પહોંચ્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 3910 દર્દી રિકવર થયા છે. હાલ પૈકી 155 ઓક્સિજન ઉપર અને 41 વેન્ટીલેટર-બાઈપેપ ઉપર છે અને 877 દર્દીની હાલત સ્થિર છે. આજે ભરૂચમાં 14 નવા કેસ નોંધાતા પોઝિટિવનો આંકડો 1 હજારને પાર 1004 થયો છે.

શહેરના આ વિસ્તારોમાંથી મંગળવારે કેસ નોંધાયા
માંજલપુર, છાણી, મકરપુરા, વાઘોડિયા રોડ, આજવા રોડ, ઓ.પી.રોડ, હરણી-વારસીયા રોડ, ગોરવા, સુભાનપુરા, ગોત્રી, VIP રોડ, ફતેગંજ, તાંદલજા, દિવાળીપુરા, અકોટા, પાણીગેટ, નવાપુરા, સોમા તળાવ, અલકાપુરી, સમા, વડસર, તરસાલી, દંતેશ્વર

ગ્રામ્યના આ વિસ્તારમાંથી મંગળવારે કેસ સામે આવ્યા
ડભોઇ, કાયાવરોહણ, કરજણ, દેરોલી, પાદરા, સાવલી, શિનોર, અનગઢ, સોખડા, સુંદરપુરા, બાજવા, કોયલી, ઉંડેરા