અરવલ્લી : બાયડ શહેરમાં જુગારની મોસમ પુરબહારમાં : સાત જુગારીઓ રંગે હાથ ઝડપાયા..

0
274

અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે શ્રાવણ મહિનો બેસતાની સાથે જ જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે બાયડ માંથી રંગેહાથ ૭ શકુનિઓ ઝડપાયાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

બાયડ શહેરમાં આવેલા સરકારી પુસ્તકાલયની બાજુમાં આવેલ કાચા રસ્તાની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા બે શકુનિઓ ને પોલીસે જુગારના સાહિત્ય અને રૂપિયા ૧૨૪૦/- રોકડ રકમ સાથે દબોચ્યા છે. એલસીબી પોલીસને બાતમી મળતા દરોડો કરતો જુગાર રમતા પકડાયેલા શકુનિઓમાં(૧)યુસુફ ખાન અબ્દુલ ખાન પઠાણ રહે. મોટી વહોરવાડ, કપડવંજ(૨ )ધુળાભાઈ નાનાભાઈ રાવળ રહે. ગાબટ તા. બાયડ.. ને દબોચી બાયડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જ્યારે બાયડના પઠાણ ફળિયામાં બાયડ પોલીસે જુગાર રમાય રહ્યાની બાતમી મળતા દરોડો કરતા ત્યાંથી પાંચ જુગારીઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા જુગારીઓ પાસેથી રોકડ રકમ રૂપિયા ૨૨૫૦/- તથા જુગારનું સાહિત્ય મળી આવ્યું હતું. ઝડપાયેલા જુગારીઓમાં(૧)અબદુલ મિયા અકબરમિયા શેખ મોરડીયા ફળિયુ, કસ્બા, મોડાસા (૨) મુસ્તાક ખાન અબ્બાસ ખાન બલોચ લાખેરી વિસ્તાર, બાયડ (૩) નરેન્દ્ર ભાઈ જીવાભાઇ વણકર વણકરવાસ, તુલસી કુંજ નિવાસ, સાઠંબા તા. બાયડ (૪) ભીખાભાઈ ધુળાભાઈ મકવાણા આંબેડકર ચોક, રોહિત વાસ, બાયડ (૫) સલીમ મિયા સાબીરમિયાં ચૌહાણ કસ્બા વિસ્તાર, બાયડને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here