અમદાવાદના ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. ખ્યાતિ જાની મિસ ઇન્ડિયા ક્વોરન્ટીન ક્વીન-2020માં સેકન્ડ રનરઅપ બન્યા છે. ઇનોવેટિવ આર્ટિસ્ટ વેલફેર એસોસિએશન (IAWA)જે વર્કીંગ વુમનના અધિકારો અને સશક્તિકરણ માટે ભારત અને વિદેશમાં છેલ્લાં 8 વર્ષથી કામ કરી રહ્યું છે.
સંસ્થા દ્વારા બ્યુટી પેજન્ટ ઓફ ઇન્ડિયા તેમજ લાવા મિસ ઇન્ડિયા ક્વોરન્ટીન- 2020 સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધા માટે દેશભરમાંથી 600 એન્ટ્રી આવી હતી. અલગ અલગ ચેલેંજીસ માંથી પસાર થઇને 20 મહિલાઓ ફાઇનલ રાઉન્ડ માટે સિલેક્ટ કરાઇ હતી. જેમાં અમદાવાદમાંથી માત્ર ડૉ.ખ્યાતિ જાનીની પસંદગી કરવામાં આવી હતી.