UPSC ક્લિયર કરનાર અમદાવાદીઓએ કહ્યુ- સિલેબસ નહિ પણ પોતાને તૈયાર કરો, મહેનત પર શ્રધ્ધા રાખી ગમતું કામ કરો

0
125

અમદાવાદ મંગળવારે યુપીએસસી પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. યુપીએસસી પરીક્ષામાં અમદાવાદના ઘણાં વિદ્યાર્થીઓએ પણ સફળતા હાંસલ કરી છે અને સિટી ભાસ્કરે તેમાંથી કેટલાંક સાથે વાત કરીને તેમની સફળતાનાં મંત્ર વિષે જાણ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રેરણા સ્ત્રોત, શોખ વિષે વાત કરી અને સાથે જ શા માટે યુપીએસસી પરીક્ષા આપી તે કારણો પણ જણાવ્યા હતા. વાંચો, યુપીએસસી ક્લિયર કરનાર વિદ્યાર્થીઓ સાથે વાતચીતનો અહેવાલ.

મીડીયમ કોઈ પણ હોય મહેનત પર શ્રદ્ધા હોવી જોઈએ
જીતેન્દ્ર અગ્રવાલે (રેન્ક 128) કહ્યુ- હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું અને હાલ ગાંધીનગરમાં નાયબ મ્યુ.કમિશનર તરીકે કામ કરૂં છું. મારા મત પ્રમાણે સિવિલ સર્વિસ એક એવું ફિલ્ડ છે જે આપણને આપણા વિકાસશીલ દેશની સેવા કરવાની તક આપે છે. મેં આ તક ઝડપી છે અને હવે હું આ ચોક્કસ કરીશ. સફળતા માટે હું એટલું કહીશ કે મીડીયમ કે કલાસીસ કઈ મહત્વના નથી. બસ પોતાની ઉપર શ્રદ્ધા હોવી જરૂરી છે. –

કોરોના વોરિયર્સને જોઈ મને યુપીએસસીમાં પ્રેરણા મળી છે
આકર્ષી જૈને (રેન્ક 140) જણાવ્યું કે, હું માનું છું કે જો આપણો દ્રષ્ટિકોણ યોગ્ય હશે તો કોઈ પણ ફિલ્ડ હશે આપણે આગળ વધીશુ જ. કોરોનાકાળમાં મેં મારી આસપાસ એવા લોકો જોયા છે જે જિંદગી સામે લડે છે પછી તે વોરિયર્સ હોય કે બીજા કોઈ. બસ તેમને કામ કરતા જોઈ મને પણ કામ કરવાની પ્રેરણા મળી છે યુપીએસસી ફિલ્ડમાં. બાકી ફ્રી સમયમાં ચિત્રો દોરવા અને સંગીત સાંભળવું ગમે છે મને.

ફૂડ હિસ્ટોરીયનનું કામ મને ગમતું કામ છે
પ્રભાત સિંધી (રેન્ક 377)એ કહ્યું કે. હું માનું છું કે તમને પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ. સિલેબસ નહિ પોતાને તૈયાર કરો તો યુપીએસસી જ તમને સ્વીકારી લેશે. કોરોનાકાળમાં આજે ઓછા સંસાધનો વચ્ચે પણ બ્યુરોક્રેટસના ઉત્તમ કો- ઓર્ડિનેશનથી આપણે ધારી સફળતા મેળવી શક્યા છીએ. આ નાની વાત નથી. મારા શોખની વાત કરું તો મને વિવિધ સ્ટેટનું ફૂડ ટેસ્ટ કરવાનો બહુ રસ પડે છે અને હું એન્જોય પણ કરું છું. ટૂંકમાં કહું તો ફૂડ હિસ્ટોરીયનનું કામ મને ગમતું કામ છે.

12 વર્ષે UPSCનું સપનું સાકાર થયું
સંદિપ રૂપેલાં (રેન્ક 701)એ જણાવ્યું કે, મેં 12 વર્ષ પહેલાં યુપીએસસી ક્રેક કરવાનું સપનું જોયેલું કેમ કે મારે દેશની ખરા અર્થમાં સેવા કરવી છે. આ હું છઠ્ઠા ટ્રાયલે પાસ થયો છું. હું માનું છું કે જો આપણે મનમાં નક્કી કરી લઇએ તો એક દિવસ ચોક્કસ આપણું સપનું પૂર્ણ થાય છે તેની માટે બસ આપણને આપણી ઉપર ભરોસો હોવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here