ફેઝ-1માં ઝાયડસની કોવિડ-19ની વેક્સિનનું માણસો પર પરિક્ષણ સફળ, 6 ઓગસ્ટથી બીજો તબક્કો શરુ થશે

0
291
  • પરિક્ષણમાં કોવિડ-19ની દવા ZyCoV-Dના સકારાત્મક પરિણામો મળ્યા
  • ફેઝ-2માં 1000થી વધુ લોકો ઉપર વેક્સિનનું ટ્રાયલ કરવામાં આવશે

કોરોના ગ્લોબલ હેલ્થકેર કંપની ઝાયડસે જણાવ્યું હતું કે, તેની પ્લાઝમિડ DNA વેક્સિન ઝાયકોવ-ડી (ZyCoV-D) નું હ્યુમન ક્લિનિકલ ટ્રાયલનું પહેલા તબક્કામાં સફળ પરિક્ષણ થયું છે. ZyCoV-Dના ફેઝ-1ના ક્લિનિકલ ટ્રાયલમાં સામે આવ્યું કે આ દવા સલામત છે અને બિમારીને સારી રીતે ટોલરેટ કરી શકે છે. કંપનીએ 15 જુલાઈથી કોરોના વેક્સિનનું માણસો પર ટ્રાયલ શરુ કર્યું હતું.

વેક્સિન સલામત હોવાનું સાબિત થયું: પંકજ પટેલ
ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું કે, ZyCoV-Dનું પહેલા તબક્કાના પરિક્ષણની સફળતા અમારા માટે અગત્યની ઘટના છે. સલામતી માટે દવાનો ડોઝ અપાયા બાદ બધા જ સબ્જેક્ટને 24 કલાક માટે ક્લિનિકલ ફાર્માકોલોજીકલ યુનિટમાં મોનિટર કરવામાં આવ્યા. આ ઉપરાંત 7 દિવસ માટે તેઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા જેમાં વેક્સિન સલામત હોવાનું સાબિત થયું હતું.

6 ઓગસ્ટથી ફેઝ-2 શરુ થશે
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફેઝ-1ના સફળ પરિક્ષણ બાદ હવે બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ 6 ઓગસ્ટથી શરુ કરવામાં આવશે. ફેઝ-2માં કંપની ભારતમાં તબક્કાવાર 1000 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ કરશે. વેક્સીનમાં રહેલા એન્ટીબોડીઝથી વાઈરસનો સંપૂર્ણ સફાયો થવાનું તેમજ આ વેક્સીન કેન્ડીકેટથી રક્ષણની પ્રબળ શકયતા સર્જાતી હોવાનું બહાર આવ્યું છે.

પ્રી-ક્લીનીકલ ટ્રાયલમાં સારા પરિણામો મળ્યા
ઝાયડસને કોરોનાની વેક્સિનનું ઉંદર, ગીનીપીગ્સ અને સસલા પર ટ્રાયલ કર્યું હતું જેમાં વેક્સીનને ખૂબ જ સારો ઈમ્યુન પ્રતિભાવ મળ્યો હોવાનું તારણ છે. કંપનીનું ભારતમાં જુલાઈમાં 1000 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરવાનું આયોજન છે. કંપનીએ ક્લિનિકલ ટ્રાયલ્સ માટે વેક્સિન કેન્ડિડેટની ક્લિનિકલ GMP બેચીસનું પ્રોડક્શન પહેલાથી જ શરુ કરી દિધેલું છે.

વેક્સીનના એન્ટીબોડીઝ વાઈરસનો નાશ કરવા સક્ષમ
વેક્સીનમાં રહેલા એન્ટીબોડીઝથી વાઈરસનો સંપૂર્ણ સફાયો થવાનું તેમજ આ વેક્સીન કેન્ડીકેટથી રક્ષણની પ્રબળ શકયતા સર્જાતી હોવાનું બહાર આવ્યું છે. આ સિવાય આ વેક્સીન કેન્ડીકેટ ટોક્સીકોલોજી સ્ટડી દરમિયાન રીપીટ ડોઝમાં ઈન્ટ્રામસ્ક્યુલર અને ઈન્ટ્રાડર્મલ રીતે અપાયા બાદ સલામતીના કોઈ જ પ્રશ્નો ઉભા ન થતા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here