ફેસબુકે એપ પર ફ્રેન્ડ લિસ્ટ જોવાનો ઓપ્શન અસ્થાયી રીતે બંધ કર્યો; ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને લિંક્ડઈને પણ અકાઉન્ટ સિક્યોર કર્યા

0
130732

ફેસબુકે અફઘાનિસ્તાનના યુઝર્સ માટે વન ક્લિક ટૂલ ડેવલપ કર્યું છે. તેની મદદથી યુઝર્સ એક જ ક્લિકમાં તેમનું અકાઉન્ટ બંધ કરી શકશે. (ફાઈલ ફોટો)

  • નવાં સિક્યોરિટી ટૂલથી અફઘાનિસ્તાનના ફેસબુક યુઝર્સને એક જ ક્લિકમાં અકાઉન્ટ બંધ કરવાની સુવિધા મળશે
  • માનવધિકાર સંગઠનો અને પત્રકારોએ સોશિયલ મીડિયા કંપનીઓ પાસે સોશિયલ મીડિયા સિક્યોરિટી માટે માગ કરી હતી

અફઘાનિસ્તાનમાં તાલિબાનની ક્રૂરતાને જોતાં સોશિયલ મીડિયા એપ ફેસબુકે મોટી કાર્યવાહી કરી છે. અફઘાની ફેસબુક યુઝર્સ હવે અન્ય અકાઉન્ટનું ફ્રેન્ડ લિસ્ટ નહીં જોઈ શકે. ફેસબુકે અસ્થાયી રીતે આ નવું સિક્યોરિટી ફીચર લાગુ કર્યું છે.

ફેસબુક સિક્યોરિટી પોલિસીના પ્રમુખ નથાનિએલ ગ્લીચરે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં ફેસબુક પર અન્ય યુઝર્સનું ફ્રેન્ડ લિસ્ટ જોવા પર કે સર્ચ કરવાના ઓપ્શન પર અસ્થાઈ રીતે રોક લગાવી છે. તે અફઘાન યુઝર્સને તાલિબાનથી સંભવિત પ્રતિશોધથી બચાવવાનો પ્રયત્ન છે.

તેમણે કહ્યું કે, એક અઠવાડિયાંની મહેનત બાદ ફેસબુકે અફઘાનિસ્તાનના યુઝર્સ માટે વન ક્લિક ટૂલ ડેવલપ કર્યું છે. તેનાથી યુઝર પોતાનું અકાઉન્ટ ક્લોઝ કરી શકશે.

સોશિયલ મીડિયા કંપનીઓને યુઝર્સની ચિંતા
ફેસબુક

યુઝર્સની સલામતી માટે ફેસબુકે ‘one-click tool’લોન્ચ કર્યું છે. ટૂલનો ઉપયોગ કર્યા બાદ યુઝરના ફ્રેન્ડ લિસ્ટમાં ન હોય તેવા અન્ય યુઝર્સ ન તો ટાઈમલાઈન પોસ્ટ જોઈ શકશે ન તો તેમનો પ્રોફાઈલ ફોટો શેર કરી શકશે.

ટ્વિટર
જૂનાં ટ્વીટ્સ ડિલીટ કરવા પર કંપની કામ કરી રહી છે. તેના માટે કંપની આર્કાઈવની મદદ લઈ રહી છે. અફઘાની નાગરિક પોતાની ઈન્ફોર્મેશન ધરાવતાં અકાઉન્ટ્સનો એક્સેસ ન કરી શકે તો કંપની આવા અકાઉન્ટ્સ અસ્થાયી રીતે બંધ કરી શકે છે. કંપનીએ કહ્યું છે કે અકાઉન્ટ ત્યાં સુધી બંધ રાખવામાં આવશે જ્યાં સુધી યુઝર્સ અકાઉન્ટ એક્સેસ કરી તેમની મહત્ત્વપૂર્ણ ડિટેલ દૂર ન કરી લે.

LinkedIn
કંપનીએ પોતાના યુઝર્સના કનેક્શન હાઈડ કર્યા છે. કંપનીના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, હવે અન્ય યુઝર્સ સાઈટ્સ પર આ માહિતીનો એક્સેસ નહીં કરી શકે.

માનવધિકાર સંગઠનો અને પત્રકારોએ સોશિયલ મીડિયા કંપનીઓ પાસે સોશિયલ મીડિયા સિક્યોરિટી માટે માગ કરી હતી

માનવધિકાર સંગઠનો અને પત્રકારોએ સોશિયલ મીડિયા કંપનીઓ પાસે સોશિયલ મીડિયા સિક્યોરિટી માટે માગ કરી હતી

ફેસબુક સાથે ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને લિંક્ડઈન જેવી સોશિયલ મીડિયા એપ્સે પણ અફઘાની યુઝર્સની સિક્યોરિટી માટે નવી અપડેટ આપી છે. તે હેઠળ, તાલિબાનથી બચવા માટે પોતાના અફઘાની નાગરિકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ સિક્યોર કરી રહી છે.

આ પહેલાં ઘણા માનવધિકાર સંગઠન અને પત્રકારોએ સોશિયલ મીડિયા કંપનીઓને આ અંગે ધ્યાન આપવા ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે તાલિબાનીઓ આ સાઈટ્સની મદદથી અફઘાની નાગરિકોના સોશિયલ કનેક્શન અને ડિજિટલ હિસ્ટ્રી ટ્રેક કરી શકે છે.