ખોડલધામમાં રાજકોટના કોરાટ પરિવારે 5 તોલા સોનાનો હાર મા ખોડલને અર્પણ કર્યો, પરિવારના મોભીએ નિધન પહેલા વ્યક્ત કરેલી ઇચ્છા પૂર્ણ કરી

0
2012

મા ખોડિયારના ચરણોમાં સોનાનો હાર અર્પણ કરાયો.

  • કોરાટ પરિવારે ધ્વજારોહણ સાથે માતાજીના વાઘા પણ અર્પણ કર્યા

સમસ્ત લેઉવા પટેલ સમાજના આસ્થાનું પ્રતિક ખોડલધામમાં રાજકોટના સ્વ.દામજીભાઈ કોરાટના સ્મરણાર્થે કોરાટ પરિવાર દ્વારા મા ખોડલને પાંચ તોલાનો સોનાનો હાર માતાજીને અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે મંદિરમાં ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું. સ્વ દામજીભાઈ કોરાટના પરિવારજનોએ જણાવ્યું હતું કે, કોરાટ પરિવારને મા ખોડિયાર માતાજી ઉપર અતૂટ આસ્થા છે અને સ્વ.દામજીભાઈની એક ઈચ્છા હતી કે, ખોડલધામમાં ખોડલને પાંચ તોલા સોનાનું દાન કરવું. જેમને લઈને તેમના પરિવારજનો દ્વારા તેમની ઇચ્છા અનુસાર મા ખોડલ માતાજીને પાંચ તોલા સોનાનો હાર અર્પણ કરાયો હતો.

દામજીભાઇની ઇચ્છા પરિવારે પૂરી કરી
સોનાનો હાર અર્પણ કરનાર પ્રવીણાબેન શિયાણીએ જણાવ્યું હતું કે, મારા પિતાનું અવસના થોડા સમય પહેલા થયું હતું. તેમના સ્મરણાર્થે મા ખોડલને પાંચ તોલા સોનાનો હાર અને ધ્વજા પણ ચડાવેલ છે. મા ખોડલ પર અમને પુરોપુરો વિશ્વાસ છે. હરેશભાઇ નામના પરિવારજને જણાવ્યું હતું કે, દામજીભાઇ મારા મામાજી થતા હતા. તેમને ઇચ્છા હતા કે, મારે ધ્વજારોહણ કરવું છે. પરંતુ તેમનું દેહાંત થતા તેમની ઇચ્છા પૂરી કરવા માટે આજે સોનાનો હાર અને ધ્વજારોહણ કર્યું છે.

પરિવારે ધ્વજારોહણ પણ કર્યું.

પરિવારે ધ્વજારોહણ પણ કર્યું.

રાજકોટના કોરાટ પરિવારે દાન અર્પણ કર્યું: પૂજારી
મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, ખોડલધામમાં આજે રાજકોટના કૌશિકભાઇ દામજીભાઇ કોરાટે ધ્વજારોહણ કર્યું હતું. તેમજ આ પરિવારે માતાજીને 5 તોલાનો સોનાનો હાર અર્પણ કર્યો છે. સહ પરિવારે માતાજીને ધ્વજા ચડાવી છે. માતાજીના વાઘા પણ અર્પણ કર્યા છે.

પરિવારના મોભીની ઇચ્છા પૂરી કરી.

પરિવારના મોભીની ઇચ્છા પૂરી કરી.