અમેરિકામાં પણ લોકો સ્ટીલના ડબ્બા લઈને નોકરીએ જાય છે!, આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરી તસવીર

0
302
  • ભારતીયો સ્ટીલના ડબ્બા લઈ જવામાં નાનપ અનુભવે છે પણ અમેરિકામાં જાણે ટ્રેન્ડ શરુ થયો

ભારતમાં આમ તો સ્ટીલના ડબ્બાની પ્રથા નીકળતી જાય છે અને એક્રેલીકના ડબ્બા-ટિફિનનો ઉપયોગ વધારે થવા લાગ્યો છે. ભારતીયો વિદેશી ક્લચર અપનાવતા થયા છે, પણ અમરિકાના ન્યુયોર્કમાં એક યુવતી સ્ટીલના ડબ્બા સાથે જોવા મળી! મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આ તસવીર ક્લિક કરી અને ટ્વિટર પર શેર કરી છે. નવાઈ એ છે કે અમેરિકન્સ પણ સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરવા લાગ્યા!

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રા

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રા

શું લખ્યું આનંદ મહિન્દ્રાએ?
જે લોકો આનંદ મહિન્દ્રાને ટ્વીટર પર ફોલો કરે છે, તેમને ખબર જ હશે કે તે રોજ ઇન્ટરેસ્ટિંગ પોસ્ટ મૂકે છે. આનંદ મહિન્દ્રા ફોટોગ્રાફીના શોખીન છે. ગઈકાલે તેમણે ટ્વીટર પર એક તસવીર શેર કરી. જેમાં ન્યુયોર્કના રસ્તા પર એક નોકરિયાત યુવતી ચાલતી દેખાય છે અને તેના હાથમાં લંચનો સ્ટીલનો ડબ્બો છે. આ તસવીર શેર કરીને આનંદ મહિન્દ્રાએ ટેગ લાઈનમાં લખ્યું કે, “ન્યૂયોર્ક, સેન્ટ્રલ પાર્ક. ડબ્બા વાલી”. મુંબઈમાં ટિફિન સર્વિસ આપનારા લોકો ડબ્બા વાલા કહેવાય છે. ડબ્બા વાલા હાથમાં, માથા પર ટિફિન લઈને ઘરે અને ઓફિસમાં પહોંચાડે છે. મુંબઈના ડબ્બા વાલા વિશ્વમાં પ્રખ્યાત છે.
ભારતમાંથી સ્ટીલના ટિફિન ડબ્બા થવા લાગ્યા ગાયબ
ભારતમાં વર્ષો પહેલાં એલ્યુમિનિયમના ટિફિનનો વપરાશ થતો. ખાસ કરીને શ્રમિક વર્ગ એલ્યુમિનિયમના ટિફિનનો વપરાશ વધારે કરતો. એલ્યુમિનિયમની જગ્યાએ સ્ટીલના ટિફિન આવ્યા. પછી જમાનાએ નવા રંગરૂપ ધારણ કર્યા એટલે સ્ટીલના ટિફિન પણ ગાયબ થવા લાગ્યા અને કવરવાળા એક્રેલીકના ટિફિન-ડબ્બા આવવા લાગ્યા. જો કે, હવે તેમાં નવી નવી વરાઈટી અને પેટર્ન આવે છે. લંચ માટે ડબ્બા પણ આકર્ષક વાપરવા લાગ્યા છે.
સ્ટીલના ડબ્બા લઇ જવામાં શરમ!
હવે તો એવું થઇ ગયું છે કે સ્ટીલનું ટિફિન કે ડબ્બા ઓફિસમાં લઇ જવામાં લોકો શરમ અને નાનપનો અનુભવ કરી રહ્યા છે. આજના જમાનામાં ભારતમાં કોઈ સ્ટીલના ડબ્બાનો ઉપયોગ નથી કરતું ત્યારે અમેરિકન્સ સ્ટીલનો ડબ્બો લઈને જોબ પર જતા જોવા મળ્યા છે. ન્યુયોર્કની યુવતીના હાથમાં જે ડબ્બો છે તે પણ અલગ પ્રકારનો છે. આપણે ત્યાં ડબ્બા આવે છે તે એક સરખા ખાનાંવાળા હોય છે, આ યુવતીના હાથમાં જે ડબ્બો છે તેમાં ઉપરનું ખાનું સૌથી નાનું છે. પછીનું ખાનું મોટું છે અને નીચેનું ખાનું સૌથી મોટું છે. જો કે આ તસવીર જોયા પછી ઘણા લોકો ફરી ઓફિસમાં સ્ટીલના ડબ્બા લઈ જાય તો નવાઈ નહીં. આનંદ મહિન્દ્રાએ આ તસવીર ટ્વીટ કર્યા પછી લોકોને સવાલ એ સતાવે છે કે આ ‘ડબ્બા વાલી’ના ડબ્બામાં હશે શું?