છ પાના પ્રેમી મહિલાઓ રૂપિયા 68 હજારના મુદ્દામાલ સાથે ઝડપાઇ
ગોંડલના હાર્દ સમા કૈલાશ બાગ વિસ્તારમાં મહિલા દ્વારા બહારથી માણસો બોલાવી જુગારનો અડ્ડો ચલાવવામાં આવતો હોવાની બાતમીના આધારે સિટી પોલીસે દરોડો પાડી જુગાર રમતી છ મહિલાઓને 68 હજાર ના મુદ્દામાલ સાથે ઝડપી લેતા કૈલાશ બાગ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો.
ગોંડલ સિટી પોલીસના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા ને મળેલ બાતમીના આધારે પીએસઆઈ ડી પી ઝાલા, પીએસઆઈ ગોલવેલકર, હેડ કોન્સ્ટેબલ જયદીપ સિંહ ચૌહાણ, યુવરાજસિંહ જાડેજા તેમજ રાજેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓએ કૈલાશ બાગ શેરી નંબર એક ગીતાબેન સંજયભાઈ આંદીપરા ના મકાનમાં દરોડો પાડી જુગાર રમી રહેલા ગીતાબેન શૈલેષભાઈ આંદીપરા, ક્રિષ્નાબા દિલાવર સિંહ ઝાલા, માલાબેન મયુરભાઈ દોશી, શીલુ બેન રામજીભાઈ પટેલ, ઉર્મિલાબા ધર્મેન્દ્રસિંહ ચુડાસમા તેમજ વર્ષાબેન ભારતભાઈ જોશીને રોકડા રૂપિયા 68900 ના સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.