ઓનલાઈન ક્લાસીસ માટે ટ્યુશન ફી વસૂલવા ખાનગી સ્કૂલોને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી

0
334

સરકારી પરિપત્રનો હાઈકોર્ટે છેદ ઉડાડ્યો, પણ ખાનગી સ્કૂલોને કહ્યું- ફીના હપ્તા કરી આપવા પડશે

અમદાવાદ સ્કૂલ ફી અંગેના ગુજરાત સરકારના પરિપત્રનો છેદ ઉડાડી ગુજરાત હાઇકોર્ટે આજે વિધિવત રીતે ચુકાદો આપી ખાનગી સ્કૂલોને ટ્યુશન ફી લેવાની મંજૂરી આપી છે. તેની સાથે સાથે ટકોર કરી કે, હવે ખાનગી સ્કૂલોએ ટ્યુશન સિવાયની કોઇપણ ફી માટેનો ચાર્જ ન કરવો જોઇએ. આ ઉપરાંત હાઈકોર્ટે સંચાલકો ફી અંગે સરળ હપ્તાની વ્યવસ્થા કરે અને ટ્યુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહીં લઇ શકે તેવી ટકોર કરી છે.આ પહેલા 31 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરી હતી. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલો સ્કૂલ ફી માફીનો પરિપત્ર રદ્દ કર્યો હતો.

અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ માટે કોઇ વધારાની ફી લેવી જોઇએ નહીં
હાઈકોર્ટ મુજબ, અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ માટે કોઇ વધારાની ફી લેવી જોઇએ નહી. ગુજરાત હાઇકોર્ટના જજ જે.બી.પારડીવાલા અને ચીફ જસ્ટિસ વિક્રમનાથની બેચે સ્કૂલ ફીના મુદ્દે આપેલા આ ચુકાદામાં વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ શરૂ રાખવા પણ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here