- નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા
- NDRFદ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી મોડી રાત્રે અંધારામાં પણ કરાય
ઉમરગામ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રાત્રીના 12 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાય જતા NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં બાળકો સહિત 190 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

ઘોડીપાડા ગામ, સંજાણ બંદર પાણીમાં ગરકાવ
ઉમરગામના ઘોડીપાડા ગામ, સંજાણ બંદર, સ્ટેશન રોડ, ગાંધીવાડી, GIDC કોલોની સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા ગયા છે. જેથી NDRFની ટીમે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. ઉમરગામના ઘોડીપાડા ગામમાંથી 45, સંજાણ બંદર પાસેથી 35 પુરૂષ, 65 મહિલા અને 45 બાળકોને વડોદરા NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી મોડી રાત્રે અંધારામાં પણ કરવામાં આવી હતી.