રાજકોટમાં પેટ્રોલ પંપ નજીક કાર ભડભડ સળગી ઉઠી, લોકોમાં નાસભાગ, મોટી જાનહાનિ થતા અટકી

0
307

પેટ્રોલ પંપ બહાર જ આગ લાગી.

  • ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું બહાર આવ્યું

રાજકોટના કોઠારીયા રોડ પર નટરાજ પેટ્રોલપંપ નજીક મુખ્ય રસ્તા પર અચાનક મારુતિ ફ્રન્ટી કારમાં આગ લગતા મોટી દુર્ઘટના થતા અટકી હતી. આજે સવારના સમયે અચાનક કારમાં આગ લગતા સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરી બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી.

ફાયરબિગ્રેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર નટરાજ પેટ્રોલપંપ નજીક સવારના સમયે અચાનક મારુતિ ફ્રન્ટી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લગતાની સાથે ટ્રાફિક સમસ્યા સર્જાય હતી અને નાસભાગ મચી ગઈ હતી. બાદમાં તુરંત સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે, સદનસીબે આગ લાગવાના પગલે કોઈ જાનહાનિ થઈ નથી.

કારમાં અચાનક આગ લાગતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ.

કારમાં અચાનક આગ લાગતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ.

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું ખુલ્યું
ઉલ્લેખનીય છે કે પેટ્રોલપંપની બહાર જ કારમાં આગ લગતા મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી હતી. ત્યારે અચાનક કારમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોટ સર્કિટ હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.