એસોસીએટ ઓફ મુસ્લિમ પ્રોફેશનલ સંસ્થા દ્વારા ગુજરાત ભરમાં શ્રેષ્ઠ કામગીરી કરતી 13 મુસ્લિમ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં માંગરોળ ની એકતા ફાઉન્ડેશન ને જ્યૂરી એવોર્ડ સાથે સન્માન કરવામાં આવ્યું.
એકતા ફાઉન્ડેશન દ્વારા પાયાની કામગીરી જેમકે સરકારી યોજનાઓની તેમજ નોકરી માટેની ભરતી ની માહિતી લોકો સુધી પહોંચાડવી, વિધવા સહાય, વૃદ્ધ સહાય, દિવ્યાંગને લગતી યોજનાઓ, અનાથ બાળકોની યોજનાઓ લોકો સુધી પહોંચાડવી તેમજ આ સિવાય કોઈપણ કુદરતી આફતો, બનાસકાંઠા હોનારત, કોરોના મહામારી, વાવાઝોડા વગેરેમાં પણ ગ્રુપના સભ્યો દ્વારા કામગીરી કરવામાં આવી છે.

ગતરોજ અમદાવાદ ખાતે યોજાયેલ એવોર્ડ વિતરણ સમારોહમાં એકતા ફાઉન્ડેશનને જ્યૂરી એવોર્ડ આપવામાં આવ્યું હતું. આ તકે એકતા ફાઉન્ડેશનના પ્રમુખ અયુબ બાંગરા અને સેક્રેટરી કાસીબ શમા સહિતના પ્રતિનિધિ મંડળ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યું હતું. આ તકે જાણીતા મોટીવેશનલ સ્પીકર ડો. ઇરફાન મોગલ, જાણીતા સમાજ સેવક ઝુબેરભાઈ ગોપલાણી, સુરત સિવિલ એન્જીનીયર એસોસિએશન ના પ્રમુખ અને AMP ઝોનલ હેડ જાબિરભાઈ ચોકસી, ગુજરાત યુનિવર્સિટી વેલ્ફેર મેમ્બર અને સમાજ સેવક અઝહરઉદ્દીન રાઠોડ, અહેમદાબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશનના ફાઉડર ચેરમેન અને ડાયરેક્ટર શાહનવાઝ શેખ, વેલ્ફેર પાર્ટી ઓફ ઇન્ડિયા ના ગુજરાત અધ્યક્ષ ઈકરામ બેગ મિર્ઝા, ગુજરાત હાઈકોર્ટે ના સિનિયર એડવોકેટ ફીરોઝભાઈ સોઢા તથા એડવોકેટ જાહિદભાઈ શેખ , બરોડા ડોક્ટર મુસ્લિમ એસોસિએશન ના પ્રમુખ ડો મહમૂદ હુસેન, AMP ગુજરાતના હેડ ડો. બિલાલ શેઠ, ઈંદ્રિસ મુસા, ડો. સોહેલ કાદરી, અફઝલ ભાઈ મેમણ દ્વારા એકતા ફાઉન્ડેશન ટિમ ને અભિનંદન પાઠવામાં આવ્યા હતા.
અહેવાલ- ઇમરાન બાંગરા, માંગરોળ