વેરાવળમાં જાગનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નાં ત્રીજા સોમવારે ૫૬ ભોગ ધરવામાં આવ્યા.

0
302

વેરાવળ ના જૂના રબારી વાળા સ્થિત જાગનાથ મહાદેવ ને ૫૬ ભોગ લગાવવામાં આવ્યા. જેમાં મીઠાઈ, ફરસાણ, ફ્રૂટ, માખણ, મિસરી જેવી વસ્તુઓનો ભોગ લગાવવામાં આવ્યો હતો.

આ મંદિર ખૂબ જ પૌરાણિક છે. જેની પ્રાણ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ ના હસ્તે બીજી વખત ૧૯૭૫ માં કરવામાં આવી હતી. જેના મહંત સુંદરગીરી ગોસ્વામી હતા. જે એક રેડિયો આર્ટિસ્ટ પણ હતા. હાલ આ મંદિરની સેવા તેમના ઉત્તરાધિકારીઓ કરે છે. રમેશભાઇ ઓઝા થી મોરારી બાપુ સુધી તમામ મહંતો અહી આવી ગયેલ છે.

અહેવાલ- પરાગ સંગતાણી, વેરાવળ