અમરેલી શહેરને કાેરાેનાનાે અજગર ભરડાે, નવા 6 કેસ સામે આવ્યા : અન્ય ત્રણ કેસ બાબરાના ગમા પીપળિયા ગામે આવતા હાલ કુલ કેસની સંખ્યા 513 પર પહોંચી
અમરેલી જિલ્લામાં રીતસર આતંક મચાવનાર કાેરાેનાએ અમરેલી શહેરને તાે જાણે બાનમા લીધુ છે. કારણ કે આજે અમરેલી જિલ્લામા કાેરાેનાના વધુ 18 કેસ નાેંધાયા હતા. જે પૈકી 6 કેસ માત્ર અમરેલી શહેરમા નાેંધાયા હતા. જયારે બાકીના 3 કેસ બાબરાના ગમા પીપળીયા ગામે સામે આવ્યા હતા.અમરેલીમા લાઠી રાેડ પર આવેલ બ્રાહ્મણ સાેસાયટીમા આજે એકસાથે 2 કેસ સામે આવ્યા હતા. અહીના 50 વર્ષીય આધેડ અને 48 વર્ષીય મહિલા ઉપરાંત જેશીંગપરામા રાેકડનગરમા રહેતા 67 વર્ષીય વૃધ્ધનાે કાેરાેના રીપાેર્ટ પણ પાેઝીટીવ આવ્યાે છે.
બીજી તરફ અમરેલીમા ધારી રાેડ પર આવેલ અક્ષરધામ સાેસાયટીમા રહેતા 53 વર્ષીય આધેડ તથા અહીના બસ સ્ટેન્ડ નજીક આવેલ ડીએલબી સાેસાયટીમા રહેતા 30 વર્ષીય યુવાન અને ચિતલ રાેડ પર ગીરીરાજ સાેસાયટી શેરી નં-5મા રહેતા 43 વર્ષીય યુવાનનાે રીપાેર્ટ પાેઝીટીવ આવ્યાે છે. બીજી તરફ બાબરા તાલુકાના ગમા પીપળીયા ગામે એક સાથે ત્રણ નવા કેસ સામે આવ્યા છે. જેમા 50 વર્ષીય મહિલા, 30 વર્ષીય મહિલા અને 40 વર્ષીય મહિલાનાે રીપાેર્ટ પાેઝીટીવ આવ્યાે છે. આમ અમરેલી જિલ્લામા કાેરાેનાએ 500નાે આંક વટાવ્યાે છે અને કુલ કેસની સંખ્યા 513 પર પહાેંચી છે.
60 ટકાથી વધુ દર્દી સાજા થઇ ગયા
અમરેલી જિલ્લામા હાલમા રીકવરી રેટ 60 ટકાથી વધુ છે. કુલ કેસ 513 થયા છે તેની સામે ગઇકાલ સાંજ સુધીમા 305 દર્દીને હાેસ્પિટલમાથી રજા આપી દેવાઇ હતી. 16 દર્દીના માેત થયા છે. જાે કે વાસ્તવિક રીતે અહી મૃત્યુ પામેલા દર્દીની સંખ્યા વધુ છે. પરંતુ કાેઇ અકળ કારણે તંત્ર દ્વારા તેની જાહેરાત કરાતી નથી.
અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ કાેરાેના પોઝિટીવ
અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને યુવા આગેવાન રીતેશભાઇ સાેનીનાે કાેરાેના રીપાેર્ટ આજે પાેઝીટીવ આવ્યાે હતાે. તેમને સારવાર માટે અહીની રાધિકા કાેવિડ કેર હાેસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે.
અન્ય જિલ્લામાં નોંધાયેલ કેસ
અન્ય જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસની વાત કરીએ તો જૂનાગઢમાં 31 સાથે 4 ના કોરોનાથી મોત અને ગીર-સોમનાથમાં 16 કેસ નોંધાયા.