ગોંડલ ઘોઘાવદર રોડ ઉપર તીન પતિનો જુગાર રમતા છ જુગારીઓ રૂ. 43900 ના મુદ્દામાલ સાથે એલસીબી ના હાથે ઝડપાયા.

0
162

એલસીબી પીઆઇ એ.આર.ગોહિલ, મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, રૂપકભાઇ બોહરાનાઓને મળેલ હકિકત આધારે ગોંડલ ઘોઘાવદર રોડ ઉપર ચંદુભાઇ મોહનભાઇ રૂપારેલીયા રહે- ગોંડલ વાળાની વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓને પૈસા તથા ગંજીપતાના પાના વતી તીન પત્તી (રોન પોલીસ) નો નસીબ આધારીત હારજીત નો જુગાર રમતા છ ઇસમોને રોકડા રૂ. ૪૩,૯૦૦/- મળી કુલ મુદામાલ રૂ. ૪૯,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહિ હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ ચંદુભાઇ મોહનભાઇ રૂપારેલીયા જાતે- પટેલ ઉ.વ. ૫૫ રહે- ગોંડલ, ભોજરાજપરા શેરી નં. ૧૫/૨૪, ગાંડુભાઇ સવજીભાઇ પાનસુરીયા જાતે- પટેલ ઉ.વ. ૪૫ રહે- ઉમરાળી ગામ તા. જેતપુર, બટુકભાઇ પરષોતમભાઇ ચોવટીયા જાતે- પટેલ ઉ.વ. ૫૧ રહે- ગોંડલ, ભગવતપરા શેરી નં.૭/૮, પટેલ વાડી સામે, સતારભાઇ ઇબ્રાહિમભાઇ દોઢીયા જાતે- સુમરા ઉ.વ. ૫૨ રહે- ગોંડલ, મોવીયા રોડ, પશુદવાખાના સામે, રૈયાણી નગર જી. રાજકોટ, મનોજભાઇ પ્રેમજીભાઇ ડાભી જાતે- ખાંટ ઉ.વ. ૩૯ રહે-ગોંડલ, હરભોલે સોસાયટી, ક્રિષ્ના પાર્ક સોસાયટી તેમજ હકુભાઇ ઇબ્રાહિમભાઇ કુરેશી જાતે- સીપાઇ ઉ.વ. ૫૩ રહે- ગોંડલ, ચોરડી દરવાજા પાસેનાઓ ઝડપાયા હતા.