અમદાવાદ પ્રહલાદનગરના રિલાયન્સ ડિજિટલ અને શાહઆલમના બ્રાન્ડ ફેક્ટરી મોલને AMCએ કોરોના ગાઈડ લાઈનના ભંગ બદલ સીલ કર્યો

0
319

શહેરના વિવિધ વિસ્તારમાં દુકાનો, શો- રૂમ, મોલ સહિતની જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા કાર્યવાહી

અમદાવાદ કોરોના વાઇરસને લઇ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. અમદાવાદમાં દુકાનો, શો- રૂમ, મોલ સહિતની જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાતા ન હોવાની ફરિયાદ મળી હતી. આજે સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં પ્રહલાદનગર વિસ્તારમાં રિલાયન્સ ડિજિટલને પણ ગાઈડલાઈનમાં ભંગ બદલ સીલ કરવામાં આવ્યું છે. શાહઆલમ ચાર રસ્તા પાસે આવેલો બ્રાન્ડ ફેક્ટરી શો- રૂમને પણ કોરોનાની ગાઈડલાઈનના ભંગ બદલ સીલ કરવામાં આવ્યો છે.

ટોરેન્ટ બિલ કલેક્શન સેન્ટર, બાપુનગર

ટોરેન્ટના બિલ કલેક્શન સેન્ટરને 4 હજારનો દંડ
મણિનગર વિસ્તારમાં આવેલી એનરીચ હેર એન્ડ સ્કિન નામની દુકાનમાં ગાઈડલાઇનનો ભંગ જોવા મળતા સીલ કરવામાં આવી હતી. સૈજપુર બોધા વિસ્તારમાં ટોરેન્ટ પાવર બીલ કલેક્શન સેન્ટર પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા 40 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. અલગ અલગ વિસ્તારમાં હજુ પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

રક્ષાબંધનથી કાર્યવાહી થઈ રહી છે
ગઈકાલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે ડ્રાઇવ ઇન રોડ પરની મેકડોનાલ્સ રેસ્ટોરાંને સીલ કરી હતી. રેસ્ટોરાંમાં 25થી વધુ લોકોને નાસ્તો પીરસવામાં આવતો હતો અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે સોમવારે એ-વન મોલને પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકો માસ્ક પહેર્યા વગર ફરતા દેખાતા મોલને સીલ કરાયો હતો.

સિટી સેન્ટર, નરોડા

આજે આ મોલ અને શોરૂમને સીલ કરાયા
1. રિલાયન્સ ડિજિટલ શો-રૂમ- પ્રહલાદનગર
2. ટોરેન્ટ બિલ કલેક્શન સેન્ટર- સૈજપુર
3. એનરીચ હેર એન્ડ સ્કિન- મણિનગર
4. બ્રાન્ડ ફેક્ટરી શો રૂમ- શાહઆલમ ચાર રસ્તા
5. ટોરેન્ટ બિલ કલેક્શન સેન્ટર, બાપુનગર
6. સિટી સેન્ટર, નરોડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here