પંચમહાલ શહેરા તાલુકા શિક્ષણ સર્વેક્ષણ કસોટીમાં શહેરા તાલુકાના કેટલાક શિક્ષકો દ્વારા બહિષ્કાર કરાયો

0
613

ગુજરાત રાજ્ય દ્વારા શિક્ષક સર્વેક્ષણ કસોટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાંબા સમયથી શિક્ષણ સંઘો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઇ રાજ્ય સરકાર દ્વારા આ કસોટીને મરજીયાત પ્રમાણે લેવાનું નિર્ણય કર્યો હતો જેમાં આજરોજ શહેરા તાલુકાના ૨૨ જેટલા સેન્ટરોમાં 1524 જેટલા શિક્ષકોને આ કસોટીમાં ભાગ લેવાનો હતો જ્યારે ઘણી સ્કૂલોમાં આ કસોટીનો વિરોધ કરી સેન્ટર ખાલીખમ દેખાયું હતું જ્યારે શહેરા તાલુકાના હોસેલાવ શેખપુર સેન્ટર પર ૮૪ જેટલા શિક્ષકોને પરીક્ષા આપવાની હતી જેમાં સત્તાવન જેટલા શિક્ષકોએ આ કસોટીમાં ભાગ લીધો હતો જ્યારે શહેરા તાલુકાના ઘણા એવા સેન્ટરો ખાલીખમ પણ જોવા મળ્યા હતા જ્યારે અણીયાદ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા સી.આર.સી સેન્ટર પર શિક્ષક સર્વેક્ષણ કસોટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક જ બેન્ચ પર બે શિક્ષકો બેસી શકે તથા એક જ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે આ સેન્ટરમાં એક જ બેન્ચ પર ત્રણ ત્રણ શિક્ષકો બેસીને કસોટી આપી રહ્યાં હતા જે આ વીડિયોમાં નજરે પડી રહ્યા છે જ્યારે અમુક શિક્ષક તેમનો પરીક્ષાખંડ છોડી બીજા પરીક્ષાખંડમાં બેસી પરીક્ષા આપતા હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે હાલ મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે કસોટી આપનાર શિક્ષક દ્વારા આ રીતે ચોરી કરવામાં આવતી હોય તો તેમની પાસે શિક્ષણ શીખવા આવતા વિદ્યાર્થીઓને શું આ જ રીતે તેઓને પ્રેરિત કરતા હશે કે શું તે પણ એક સવાલ છે આ બાબતે શહેરા તાલુકાના બી.આર.સી .જોડે વાત કરતા મીડિયા કર્મીઓને કોઈપણ જાતનો ઇન્ટરવ્યૂ કે આંકડાકીય માહિતી મારાથી નહીં અપાય એમ કહી આ સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

અહેવાલ- ગણપત મકવાણા, પંચમહાલ