ગાંધીનગરના વૈભવી બંગલામાં ચાલતા દારૂના કારોબાર પર પોલીસની રેડ, 60 હજારથી વધુનો દારૂ મળ્યો

0
321
  • સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરી દારૂનો જથ્થો ઝડપ્યો
  • પોલીસથી બચવા બંગલો ભાડે રાખી દારૂ સ્ટોક કરતો, હોમ ડિલિવરીની સિસ્ટમ ગોઠવાઈ હતી

ગાંધીનગર પાસેના સાતેજ નજીક આવેલા એક બંગલામાં દારૂનો જથ્થો રાખીને કારોબાર થતો હોવાની વિગત સ્ટેટ મોનિટરિંગ સેલને થતા પોલીસે રેડ કરીને દારૂના વેચાણનું રેકેટ ઝડપી પાડ્યું છે. 35 હજાર રૂપિયામાં બંગલો ભાડે રાખીને ગાંધીનગરમાં લોકોને દારૂની હોમ ડિલિવરી કરવામાં આવતી હતી. અંતે આ બંગલામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વહેલી સવારે રેડ પાડી એક વ્યક્તિને પકડી લીધો છે.

બંગલામાં એક વ્યક્તિ સતત અવર-જવરથી શંકા ઉભી થઈ હતી
ગાંધીનગર પાસે આવેલા સાતેજના એક વૈભવી બંગલોમાં કેટલાક લોકો દારૂનો કારોબાર ચલાવતા હતા. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારી વોચ રાખતા હતા. આ બંગલામાં એક વ્યક્તિ થોડા થોડા સમયે ક્યાંક જતો હતો અને તેને જોઈને આ બંગલો તેનો ન હોવાની પોલીસને શંકા ગઈ હતી.

બંગલો ભાડે રાખીને ત્યાં દારૂનો સ્ટોક કરવામાં આવતો હતો
પોલીસે આજે વહેલી સવારે રેડ કરીને આ બંગલામાં તપાસ કરતા 60 હજારથી વધુનો દારૂ મળ્યો હતો. પોલીસ આ સંદર્ભે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ બંગલો ભાડે રાખીને ત્યાં દારૂનો સ્ટોક કરવામાં આવતો હતો. જ્યારે ગાંધીનગરથી દારૂ માટે ઓર્ડર આવે એટલે એક વ્યક્તિ ત્યાં દારૂ આપવા જતો હતો. કરોડોના બંગલામાં ચાલતા આ દારૂના રેકેટ પર સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરી છે. જે સંદર્ભે હાલ વધુ આરોપી અને તેની સાથે જોડાયેલા રેકેટ પર વધુ વિગત મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here