સૌ.યુનિ.માં આજે બહુચર્ચિત માટી કૌભાંડ મુદ્દે સિન્ડીકેટની બેઠકમાં નિર્ણય લેવાશે, તડાફડી બોલે તેવી સંભાવના

0
53

ફાઈલ તસ્વીર

  • તપાસ સમિતિ સમાધાનકારી વલણ અપનાવશે કે દોષિતોને સજા કરશે !
  • યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠકમાં ચર્ચાનું કેન્દ્ર કૌભાંડો રહેશે

રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં યોજાનાર સિન્ડીકેટની બેઠકમાં બહુચર્ચિત માટી કૌભાંડના તપાસ રીપોર્ટ સહિત કુલનાયક ડો.દેસાણીના કથિત અંગત હિત સાથે સંકળાયેલી ઓમ કોમ્પ્યુટર કોલેજના સ્થળ ફેરની દરખાસ્ત સહિતના અનેક ચર્ચાસ્પદ એજન્ડા જાહેર કરવામાં આવ્યા હોવાથી સિન્ડીકેટની બેઠકમાં ભારે તડાફડી બોલે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે.

અગાઉ સિન્ડીકેટની બેઠકમાં મુલત્વી રાખવામાં આવી હતી
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની સિન્ડીકેટની બેઠકનો જે એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે તેમાં સરદારનગરમાં આવેલી ઓમ કોલેજ ઓફ કોમ્પ્યુટર લાયન્સને કુવાડવા રોડ ઉપર ફેરવવાની જે દરખાસ્ત કરવામાં આવી છે તે અગાઉ સિન્ડીકેટની બેઠકમાં મુલત્વી રાખવામાં આવી હતી. એ સમયે આ કોલેજ સામે કુલનાયક ડો.દેસાણીનું અંગત હિત જોડાયેલુ હોવાની ફરિયાદો ઉઠી હતી. આંતરીક ખટપટને લીધે ફરીથી આ મુદ્દો એજન્ડામાં જાહેર થતા સિન્ડીકેટની બેઠકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ફાઈલ તસ્વીર

ફાઈલ તસ્વીર

બેઠકમાં સભ્યોનો આક્રમક મિજાજ જોવા મળશે
વધુમાં યુનિ.માં નેકની કમીટીના આગમન સમયે માટીના ફેરા કરવાના કૌભાંડમાં તત્કાલીન રજીસ્ટાર જતીન સોનીને હટાવવા પછી તપાસ અહેવાલ સિન્ડીકેટની બેઠકમાં રજુ થશે જેમાં પોલીસ ફરિયાદ સહિતના મુદ્દે જે ભલામણો કરવામાં આવી છે તે મુદ્દે બેઠકમાં સભ્યોનો આક્રમક મિજાજ જોવા મળશે એ જ રીતે વર્ષ 2018 માં હોમિયોપેથીમાં જે પ્રવેશ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તેમાં પોલીસ ફરિયાદ સહિતનાં પગલાં લેવામાં આવ્યા પછી જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવામાં યુનિ. નિષ્ફળ ગઈ હોવાથી આ કૌભાંડનો મુદો પણ ચર્ચાસ્પદ બનશે.

પીએચડીની પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિ અંગે ચર્ચા વિચારણાં થશે
એ જ રીતે અંગ્રેજી ભવનના જે અધ્યાપકોએ પીએચડીની પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિ અને અનિયમિતતા આચરી છે તેમની પેપર સેટર તરીકેની કામગીરી ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધ અંગે ચર્ચા વિચારણાં થશે તદઉપરાંત કરાર આધારીત અધ્યાપકોની નિમણુંકનું મહેનતાણું રૂ.25 હજારથી વધારીને રૂ.40,176 કરવા અંગે વિચારણાં થશે. યુનિ. સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેકસમાં ટેનીસ કોર્ટ ભાડે આપવાની દરખાસ્ત અંગે પણ સિન્ડીકેટની બેઠકમાં ચર્ચા વિચારણાં થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here