ગોંડલ ભીડભંજન મહાદેવ મંદિર આસ્થાનું પ્રતિક

0
356

ગોંડલ તાલુકાના માંડણ કુંડલા ગામ પાસે આવેલ શ્રી ભીડભંજન મહાદેવ મંદિર અતિ પૌરાણિક મનાઈ છે નદી કાંઠે આવેલ મહાદેવ મંદિર પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે ઘેરાયેલું છે લોકવાયકા મુજબ આ જગ્યાના મહંત મંછારામ બાપુએ ૧૧ વર્ષની ઉંમરે ભેખ ધારણ કરી છ માસ સુધી ઊભા રહી તપશ્ચર્યા કરી હતી અને 20 વર્ષ સુધી અન્નજળનો ત્યાગ કરી માત્ર એક જ સમય ફળનો આકાર કરી જીવન વ્યતિત કર્યું હતું બ્રહ્મ શ્રી બચુઅદા ના ગુરુ માતાજી નર્મદા ગીરીએ પણ અહીં તપશ્ચર્યા કરી હતી મંછારામ બાપુ ની યાદ માં છેલ્લા ૪૦ વર્ષથી ગરબીનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે હાલમાં પૂજારી તરીકે બિરાજતા કતું બાપુ છેલ્લા 40 વર્ષથી સેવા બજાવી રહ્યા છે દર અમાસ ના દિવસે બટુક ભોજન કરવામાં આવી રહ્યું છે