દેવગાણા ગામેથી ડીગ્રી વગર દવાખાનુ ખોલી બેઠેલ બોગસ ડોકટરને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

0
390

ભાવનગર જીલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડીગ્રી વિના દવાખાના ખોલી બેઠેલ બોગસ ડોકટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ ના ધ્યાને આવતા આવા બોગસ ડોકટરોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને ભાવનગર એસ.ઓ.જી. શાખાને ખાસ કામ સોપેલ

  જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે શિહોર તાબેના દેવગાણા ગામે ડીગ્રી વિના દવાખાનુ ખોલી બેઠેલ અનીલભાઇ રામજીભાઇ બારૈયા/પાલીવાલ બ્રાહ્મણ ઉ.વ.૨૫ રહેવાસી દેવગાણા જુની સુતારવાડી તાલુકો શિહોર જીલ્લો ભાવનગરવાળાને દેવગાણા કેન્દ્રવર્તી શાળા પાસે આવેલ તેના દવાખાનેથી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી કુલ રૂપિયા ૩૨૧૧૮/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચરે મેડીકલ પ્રેક્ટીસનર એકટ તળે શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. અને આગળની તપાસ શિહોર પોલીસ ચલાવી રહી છે.

  આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ તથા દિલીપભાઇ ખાચર તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. ભગીરથસિંહ રાણા જોડાયા હતા.

અહેવાલ:- કૌશિક વાજા ,ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here