ગીર સોમનાથ જીલ્લાના ના તાલાલા તાલુકાના અનીડા ગામના યુવા ખેડૂત વિરલભાઈ ઝાલા એ ગાય આધારિત ખેતી કરી ને લોકો ને નવો રાહ ચિન્ધીયો

0
735

આજ ના સમય માં ગાય આધારિત ખેતી ની જરૂર કેમ છે?આઝાદી પછી ના વર્ષો માં દેશ માં એક નવી જ ક્રાંતિ આવી, જે હરિયાળી ક્રાંતિ તરીકે પ્રખ્યાત બની. આ ક્રાંતિ આવવા પાછળ નું કારણ હતું રાસાયણિક ખાતરો ની શોધ. યુરિયા, ડીએપી જેવા ખાતરો ના વપરાશ થી દેશ ના ખેડૂતો ના પાક ઉત્પાદન માં અમુક વર્ષો સુધી ખુબ વધારો થયો, જેનાથી દેશ ના ખડુતો ની આર્થિક સ્થિતિ સુધરી, પણ કહેવાય છે ને કે અતિ ની કોઈ ગતિ નથી. વધુ માં વધુ ઉત્પાદન લેવાની લાલચ માં આ દેશ નો ખેડૂત પુષ્કળ પ્રમાણ માં રાસાયણિક ખાતરો નો વપરાશ કરવા લાગ્યો, જેથી ખેત ઉત્પાદન વધવાને બદલે ઘટવા લાગ્યું, યુરિયા ખાતર ના વધુ પડતા ઉપયોગથી જમીન નું ઉપર નું પડ ખુબ જ કઠણ બની ગયુ અને જમીન ની અંદર રહેલા અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓ અને અળસીયા નો નાશ થવા લાગ્યો, આથી દેશ નો ખેડૂત હતો ત્યાં ને ત્યાં આવી ગયો. આ ઉપરાંત આ રાસાયણિક ખાતરો ના વધુ પડતા ઉપયોગ થી કેન્સર જેવા અસાધ્ય રોગો નું પ્રમાણ પણ વધવા લાગ્યું. આ બધા પ્રશ્નો નો માત્ર એક જ જવાબ છે અને તે છે ગાય આધારિત ખેતી. ગાય ના છાણ અને ગોમૂત્ર માં છોડ ને જરૂરી એવા તમામ તત્વો છે. ગાય ના છાણ અને ગોમૂત્ર માંથી બનતું જીવામૃત વિશ્વ નું શ્રેષ્ઠ ખાતર છે. આ સિવાય પંચગવ્ય, અમૃતઝળ વગેરે ના અદભુત પરિણામો મળેલા છે. ગાય આધારિત ખેતી ની શરૂઆત જમીન ના એક ના ટુકડા થી કરી શકાય, જેથી તેમના પરિણામ નો ખ્યાલ આવે. જો આપણે ગાય આધારિત ખેતી કરશું તો આપણી જમીન તો સમૃદ્ધ થશે, સાથે દેશ પણ સમૃદ્ધ થશે.

અહેવાલ- અનિરૂધ્ધસિંહ બાબરીયા, કેશોદ