રાજકોટમાં શ્રાવણ માસ દરમિયાન મકાઈના લોટમાંથી બનાવેલી 4 કિલો પેટીસનો મળી, આરોગ્ય વિભાગે સ્થળ પર નાશ કર્યો

0
390
  • વિમલ નમકીનમાં જુન 2020માં એક્સપાયર થયેલી વાસી 23 કિલો ચેરીનું વેચાણ અટકાવીને નાશ કરાયો

શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓમાં પેટીસનું સૌથી વધુ ચલણ હોય છે પણ કેટલાક ભેળસેળિયાઓ નફો રળવા માટે તેમાં પણ બિનફરાળી લોટ વાપરી લોકોના વ્રતને અભડાવી રહ્યા છે. ત્યારે મનપાની ફૂડ શાખા ફરસાણની દુકનોમાં ચેકિંગમાં નીકળી હતી. એ સમય દરમિયાન રેલનગર અંડરબ્રીજ પાસે દુકાનદાર વિક્રમભાઇ મિયાણાની દુકાનમાં તપાસ અર્થે જતા મકાઈના લોટમાંથી બનતી પેટીસ જોઈ હતી. તેથી તાત્કાલિક મકાઈના લોટમાંથી બનાવેલી 4 કિલો પેટીસનો આરોગ્ય વિભાગે સ્થળ પર જ નાશ કર્યો. હતો. આ ઉપરાંત વિમલ નમકીનમાં જુન 2020માં એક્સપાયર થયેલ 23 કિ.ગ્રા.ચેરી મળી આવી હતી જેનો પણ સ્થળ પર જ નાશ કરાયો હતો.

વધુ નફા માટે મકાઈના લોટની કરે છે ભેળસેળ
ફરાળી પેટીસમાં રાજગરાનો લોટ વપરાયછે. જોકે તેનો ભાવ 130 રૂપિયા કિલોની આસપાસ છે. જ્યારે મકાઈના લોટનો ભાવ 30થી 40 રૂપિયા હોય છે. જેથી નફાખોર વેપારીઓ મકાઈનો જ લોટ વાપરી રહ્યા છે.ફૂડ શાખાએ કોઠારિયા મેઈન રોડ પરની શ્યામ ડેરીમાંથી મીના ન્યુટ્રાલાઈટ ટેબલ માર્ગેરીનના નમૂના લીધા હતા જેમાં ધારાધોરણ મુજબ ગુણવત્તા ન નીકળતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે.

4 કિલો પેટીસનો આરોગ્ય વિભાગે સ્થળ પર જ નાશ કર્યો

4 કિલો પેટીસનો આરોગ્ય વિભાગે સ્થળ પર જ નાશ કર્યો

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવ્યા
1. રાજગરાનો ફરાળી ચેવડો (પ્રિપેર્ડ,લુઝ)
સ્થળ: શ્રી રામ ગૃહ ઉદ્યોગ, અશોક ગાર્ડન સામે, ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, મવડી પ્લોટ
2.ફ્રાઇગ કુકીંગ ઓઇલ (લુઝ)
સ્થળ: શ્રી રામ ગૃહ ઉદ્યોગ, અશોક ગાર્ડન સામે, ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, મવડી પ્લોટ
3.ચોકોબાર કુલ કેન્ડી (લુઝ)
સ્થળ:-પ્રિયાંશી આઇસ્ક્રીમ, જંક્શન પ્લોટ
4.પૌવાનો ચેવડો (લુઝ)
સ્થળ:- શ્યામ ગૃહ ઉદ્યોગ, ૩-ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, શ્રીજી વે-બ્રિજ સામે, મવડી પ્લોટ
5.ફ્રાઇગ કુકીંગ ઓઇલ (લુઝ)
સ્થળ:- શ્યામ ગૃહ ઉદ્યોગ, ૩-ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, શ્રીજી વે-બ્રિજ સામે, મવડી પ્લોટ