તેમાં જૂનાગઢ જિલ્લાના વડામથક શીલ ખાતે કાર્યરત દસ ગામ દીઠ ફરતુ પશુ દવાખાનું કાર્યરત છે.
જેને તેમના રૂટ ના ગામ રહીશ ખાતેથી આજરોજ પશુપાલક વિજયભાઈ સામતભાઈ નાગસ એ તેમના ઘેટાને પસ્તુતિની પી ડા હોવાથી ટોલ ફ્રી નંબર 1962 પર ફોન કરીને Emergency કેશ નોંધાવતા શીલ MVD ફરતું પશુ દવાખાનું તેમના ઘરે જઈ.

MVD ના ડૉ. મુલાયમ સિંહ દ્વારા ઘેટા નું નિદાન કરતા ઘેટા ના ગર્ભાશયમાં આટી હોવાથી કુદરતી પ્રસુતિ શક્ય ન હોય અને સિઝેરિયન દ્વારાજ બચ્ચાનો જન્મ કરાવવાની ફરજ પડી અને તાત્કાલિક નજીકના લોકેશન ના ડૉ. ભરત મકવાણા ને બોલાવી ઘેટા નું સફળતા પૂર્વક સિઝેરિયન કરવામાં આવ્યું, ઘેટાને પીળા મુક્ત કરી તેમનો જીવ બચાવવામાં આવ્યો,
ખૂબજ જટિલ ઓપરેશન કરવા બદલ 1962 અને MVD ફરતું પશુ દવાના ના પ્રોગ્રામ મેનેજર ડૉ. જતીન સંચણીયા અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર મિલન જાની દ્વારા બંને MVD ટીમ ડૉ.મુલાયમસિંહ પટેલ ડૉ. ભરત મકવાણા અને પાયલોટ કમ ડેસર લવ ચાવડા હિતેશ ચાવડા ને બિરદાવામાં આવ્યા હતા.
અહેવાલ- ઇમરાન બાંગરા, માંગરોળ