અરવલ્લી જીલ્લામાં સાઠંબા નજીક ઈન્દ્રાણ નજીક એક પિયાગો રિક્ષામાંથી વિદેશી દારૂની ૩૯૭ બોટલ સાથે બે પરપ્રાંતિય ખેપિયાઓને દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અરવલ્લી જીલ્લામાં દારૂની ખેપ મારનારા બુટલેગરોએ તેમની મોડસ ઓપરેન્ડી બદલી હોય તેમ હવે નાના વાહનોમાં ખેપ મારવા લાગ્યા છે. ગઈકાલે સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં પી એસ આઈ મમતા ગઢવી અને સ્ટાફ સહિત ઈન્દ્રાણથી બાલાસિનોર તરફ જવાના માર્ગ પર પ્રોહી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ હાલતમાં આવી પહોંચેલી પિયાગો લોડીંગ રિક્ષાનં. જી. જે. ૭.યુ.યુ.૮૮૩૧. ઉભી રાખી તલાશી લેતાં સિમેન્ટની ખાલી થેલીઓ નિચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ. ૩૯૭.જેની કુલ કિંમત રૂપિયા ૫૬,૮૦૦/- તથા મોબાઈલ, પિયાગો રિક્ષા મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૧,૧૭,૦૦૦/-સાથે પરપ્રાંતિય ખેપિયો . વિરેન્દ્ર રામજી ભગોરા રહે. વિરપુર તા. વિંછીવાડા ડુંગરપુર (રાજસ્થાન) ને દબોચી લીધો હતો જ્યારે બીજા ફરાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ સાઠંબા પી. એસ. આઈ. મમતા ગઢવી ચલાવી રહ્યા છે.
અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી