સુત્રાપાડા ખાતે ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે

0
345

સ્વાતંત્ર્ય પર્વ ૧૫ મી ઓગષ્ટની ગીર-સોમનાથ જિલ્લાની જિલ્લાકક્ષાની ઉજવણી સુત્રાપાડા ખાતે કરવામાં આવશે. કલેકટર અજયપ્રકાશ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનનું પઠન કરવામાં આવશે. આ પ્રસંગે આરોગ્ય શાખાના તબીબો, કર્મચારીઓ, પોલીસ જવાન અને નગરપાલીકાના સફાઈ કર્મચારીઓ કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવશે.

      સુત્રાપાડા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં આયોજન માટે કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન તળે જિલ્લાના સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તેઓએ જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીઓને જે-તે વિભાગની કામગીરી અંગે સુચના આપી જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્રારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાદાઈથી કરવા નક્કી કરાયું છે. જેથી ગીર સોમનાથ જિલ્લામાં પણ કોરોના વાયરસના સંક્રમણના કારણે સરકાર એ નક્કી કરેલ ગાઈડ લાઈન મુજબ ૧૫ મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના સ્થળે સાફ-સફાઈ રાખવા, મેડીકલ ટીમ તૈનાત કરવા, વીજ પુરવઠો જળવાય રહે તે માટે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.

અહેવાલ:- હમીરસિંહ દરબાર ,ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here