કોવિડ વોર્ડ શરૂ કરવાની વાત આવી ત્યારે કહ્યું ‘હું દર્દીની સારવાર કરીશ
‘હું જલ્દી પાછો આવીશ તમે સહેજ પણ ચિંતા નહીં કરતાં, પરંતુ તમે મારી વાત ધ્યાનથી સાંભળો કોરોનાથી મારી તબિતય વધારે ખરાબ થઈ છે અને મને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યો છે એ વાત મારા મમ્મીને નહીં કહેતા નહીંતર એમનાથી સહન નહી થાય.’ આ અંતિમ શબ્દો હતાં 36 વર્ષના તબીબ હિતેષ લાઠિયાના.! કોરોનાની 15 દિવસની સારવાર બાદ બુધવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. 55 દિવસ સુધી અનેક દર્દીઓની સારવાર કરીને સાજા કરીને ઘરે મોકલનાર ડોક્ટરનું જ અવસાન થતાં શહેરના તબીબો તેમજ લાઠિયા પરિવાર શોકમગ્ન થયા છે.