ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર પણ શ્રીરામને ખાસ સ્થાન, અમેરિકામાં વિરોધ છતાં મોટા LED સ્ક્રીન પર બતાવ્યું રામ મંદિરનું મોડલ

0
280

ન્યૂયોર્ક અમેરિકામાં ન્યૂયોર્કના પ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેરના બિલબોર્ડ પર રામ મંદિરનું મોડલ અને ભગવાન રામની તસવીર હાઈ રિઝોલ્યુશન એલઈડી સ્ક્રીન પર બતાવાઈ હતી. કેટલાક સંગઠનોના વિરોધ છતાં આ કાર્યક્રમ થયો.

અમેરિકન ઈન્ડિયન પબ્લિક અફેર કમિટીના અધ્યક્ષ જગદીશ સેવહાનીએ કહ્યું કે, આ કાર્યક્રમના આયોજનથી માલુમ પડે છે કે, અમેરિકામાં ભારતીયો કેટલા સફળ છે. અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન સદીની સૌથી મોટી ઘટના છે. આજે ભારતીય-અમેરિકન સમાજ ખુશ છે.

જ્યારે કાર્યક્રમનો વિરોધ કરનારા સંગઠનોએ ન્યૂયોર્ક સિટીના મેયર બિલ ડે બ્લાસિયોને પત્ર લખીને કહ્યું કે, આ કાર્યક્રમ ભારતના મુસ્લિમોની વિરુદ્ધ છે. ઈન્ડિયન માઈનોરિટીઝ એડવોકેસી નેટવર્કના અધ્યક્ષ શેખ ઉબૈદે કહ્યું કે, આ કાર્યક્રમ બુરાઈ અને ક્રૂર કૃત્યનું મહિમામંડન કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here