GTUની ઓફલાઈન પરીક્ષા સતત ત્રીજી વખત મોકૂફ રહી, 17 ઓગસ્ટે યોજાનારી પરીક્ષા હવે સપ્ટેમ્બરમાં લેવાશે

0
302

અગાઉ પહેલીવાર 25 જૂન, બીજી વખત 2 જુલાઈએ પરીક્ષા યોજાવાની હતી

અમદાવાદ જીટીયુના 24 હજારથી વધુ વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષાને સરકારની ગાઈડ લાઈનનું ફરી એક વાર ગ્રહણ લાગ્યું છે. કોરોનાની સ્થિતિમાં રાજ્ય સરકારને કેન્દ્રની ગાઈડ લાઈન મુજબ પરીક્ષા કેન્દ્રોમાં ઓફલાઈન પરીક્ષાનું આયોજન શક્ય ન હોવાથી 17 ઓગસ્ટે યોજાનારી પરીક્ષા સતત ત્રીજી વખત મોકૂફ રાખવી પડી છે. પહેલીવાર ઓફલાઈન પરીક્ષા માટે 25 જૂનની તારીખ જાહેર કરાઈ હતી. જે બદલીને 2 જુલાઈ જાહેર કરી હતી. હવે ઓફલાઈન પરીક્ષા જીટીયુની વધારાની પરીક્ષાની સાથે સપ્ટેમ્બરમાં યોજાશે.

17 ઓગસ્ટે ઓફલાઈન પરીક્ષા ભલે મોકૂફ રખાઈ હોય, પરંતુ ઓફલાઈન પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવનારા 24 હજારથી વધુ વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થી ઓનલાઈન પરીક્ષા આપવા માંગતા હોય તેમના માટે 17 ઓગસ્ટથી ઓનલાઈન પરીક્ષા રખાઈ છે. ઓનલાઈન પરીક્ષા આપવા માટેની સંમતિ સાથે રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે.

હાલમાં ચાલી રહેલી ઓનલાઈન પરીક્ષા દરમ્યાન લોગ ઈન થતી વખતે પાસવર્ડ લખવામાં ભૂલ સહિતના ટેકનિકલ કારણોસર પરીક્ષા ન આપી શકેલા 517 વિદ્યાર્થીએ પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ઓનલાઈન પરીક્ષાનું રિઝલ્ટ ઓગસ્ટના અંતમાં
જીટીયુના પરીક્ષા વિભાગ દ્વારા લેવાઈ રહેલી ઓનલાઈન પરીક્ષા ઓગસ્ટમાં પૂરી થશે અને અંતમાં કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓની કારકિર્દીને ધ્યાનમાં રાખીને સત્વરે પરિણામ માટેની કવાયત હાથ ધરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here