- સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધ્યો
- સિવિલ હોસ્પિટલમાં 321 અને ખાનગીમાં 218 દર્દી સારવાર હેઠળ, 352 દર્દી હોમ આઇસોલેશન હેઠળ
રાજકોટ સૌરાષ્ટ્રમાં છેલ્લા 1 મહિનાથી પોઝિટિવ આંકની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 12 કલાકમાં 8 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. જેમાં રાજકોટ સીટીના 2 , કાલાવડના 1, જસદણના 1 અને ગોંડલના 1 વ્યક્તિનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2200ને પાર પહોંચી ગઈ છે.
ક્રમ | નામ | ઉં.વ. | સરનામુ |
1 | દિલીપભાઈ કેશુભાઈ ગોરવાડીયા | 60 | રાજકોટ |
2 | પરષોતમભાઈ ટાંક | 62 | રાજકોટ |
3 | સવજીભાઈ રામજીભાઈ ગોટી | 71 | કાલાવડ |
4 | કંચનબેન બટુકભાઈ ડોડીયા | 52 | જસદણ |
5 | કંચનબેન બટુકભાઈ ડોડીયા | 60 | ગોંડલ |
કેન્સર હોસ્પિટલના ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ
રાજકોટની કેન્સર હોસ્પિટલના વધુ એક ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી કેન્સર હોસ્પિટલ બંધ કરવામાં આવી છે. આ સાથે જ ભાજપ અગ્રણીની હત્યાનો આરોપી વસીમ ઉર્ફ ચકાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં કુલ 2268 કેસ નોંધાયા
રાજકોટ કોરોના લેબમાં ગઈકાલે 661 સેમ્પલનું પરીક્ષણ કરાયું હતું. તેમાંથી 90 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. જેમાંથી 60 રાજકોટ શહેર અને 20 વ્યક્તિ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના છે. જ્યારે 10 અન્ય જિલ્લાના દર્દીનો સમાવેશ થાય છે. 50 દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમાં રાજકોટ સિટીના 25 અને ગ્રામ્યના 22 વ્યક્તિ છે. આમ શહેર અને જિલ્લાના કુલ કેસની સંખ્યા 2200ને પાર એટલે કે 2268 થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં 321 અને ખાનગીમાં 218 દર્દી સારવાર હેઠળ, 352 દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે.
સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 147 કેસ
સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બુધવારે જામનગર જિલ્લામાં વધુ 38 કેસ નોંધાયા હતા. જ્યારે મોરબીમાં 27 કેસ અને એકનું મોત થયું હતું. જૂનાગઢ જિલ્લામાં 25, 2 મોત, ગીર સોમનાથ જિલ્લામાં 8, પોરબંદર જિલ્લામાં 19 કેસ, 1 મોત, અમરેલી જિલ્લામાં 30 પોઝિટીવ નોંધાયા હતા.