કંપનીના મજુર દીવાલ પાસે ઝુંપડુ બાંધી રહેતા હતા
સેલવાસ દાનહના સુરંગીમાં એક નવી કંપનીનું કન્ટ્રક્શન કામ ચાલી રહી છે જ્યાં પ્રોટેક્શન દીવાલની બાજુમા ઝૂંપડું બાંધી રહેતા મજૂરો પર વરસાદને કારણે અચાનક દીવાલ ધરાશાયી થતા ઝૂંપડું સાથે દબાઈ જતા પાંચ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા અને બે વ્યક્તી ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘટનામા બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે
સુરંગી ગામે નવનિર્મિત મહેશ્વરી પોલિકેમ કંપનીની પ્રોટેક્શન વોલની બાજુમા ઝૂંપડું બનાવી રહેતા મજૂરોમાથી રાત્રી દરમ્યાન ભારે વરસાદના કારણે અચાનક પાણીનુ વહેણ વધી જવાને કારણે દીવાલ ધડાકાભેર ધરાશાયી થઈ ગયી હતી જે સીધી બાજુમાં ઝુંપડા પર પડી હતી જેને કારણે ઝૂંપડીમાં સુતેલા મજૂરો તેમાં દબાઈ ગયા હતા.આ ઘટનાની જાણ ખાનવેલ પોલીસને થતા પોલીસ અને ફાયરની ટીમ પહોચી ગયી હતી અને કાટ માળને દુર કરતા પાંચ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યા હતા અને બે વ્યક્તી ગંભીર રીતે ઘાયલ થયા હતા જેઓને સારવાર અર્થે વિનોબભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.મૃતકમાં રાજુ બાપુ જાદવ ઉ.વ.35,અશ્વિન જયરામ ઉ.વ.19,બાલુ કાકડ ઉ.વ.40,જહિર સોમા ઉ.વ.46 બધા રહેવાસી સીંદોનીના છે જેઓ એક જ પરિવારના છે,અને અનિલ જે સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો જે ગુજરાતનો વતની છે.આ ઘટનામા બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.
કિરણ દેવજી અને જયેશ દેવજી જેઓને સારવાર અર્થે વિનોબભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.સીંદોની ગામનાએક જ પરિવારના ચાર વ્યક્તિના મોત થતા ગામમા ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો.ઘટનાની જાણ થતા એસપી શરદ દરાડે,ખાનવેલ આરડીસી રાજીવ રંજન,મામલતદાર પોહચી ઘટનાનુ નિરીક્ષણ કર્યું હતુ અને કંપનીની સામે બેદરકારીનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.સાથે પ્રસાશન દ્વારા મૃતકના પરિવારને ચાર ચાર લાખનો ચેક આપવાની ઘોષણા કરી છે.અને જે બે વ્યક્તિ ઘાયલ છે તેઓને પણ લેબર વિભાગના નિયમ અનુસાર યોગ્ય વળતર અપાશે.
પાંચ મોતમાં કંપની પ્રબધન સામે બે જવાબદારી અને બિનઇરાદા પૂર્વક હત્યાનો ગુનો નોંધાયો
ભારે વરસાદથી મંગળવારે રાત્રીએ સુરંગીમાં બનતી મહેશ્વરી પોલીમર્સ કંપનીની કંપાઉન્ડ વોલ ધરાશય થતા 5 શ્રમિકોના મોતની ઘટનામાં ખાનવેલ પોલીસે કંપની મેનેજમેન્ટ સામે બેજવાબદારી અને ગેરઇરાદા પૂર્વક હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે વિશાલ રઘુભાઇ સંડેની ફરિયાદ લઇને કંપની મેનેજમેન્ટ સામે આઇપીસી 304, 338, 269, 270 તથા 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વરસાદને લઇ રોકાયાને ઊંઘમાં જ મોત મળ્યું
ગામના સરપંચ વિપુલ ભૂંસારાએ જણાવ્યુ કે મારનાર ચાર વ્યક્તિ અમારા ગામના છે અને એક જ પરિવારના છે,જેઓ આ કંપનીમા કામ કરતા હતા જેઓ આમ તો રોજ ઘરે આવી જતા હતા પરંતુ ગઈકાલે ભારે વરસાદ હોવાને કારણે ત્યાં જ રોકાઈ ગયા હતા.રાત્રે જ્યારે ભર ઊંઘમા હતા ત્યારે અચાનક દિવાલ પડતા ઝૂંપડું તૂટી પડતા આ ગોઝારી ઘટના બની હતી.
મૃતકોની યાદી
1. રાજુ બાપુ જાદવ ઉ 35
2. અશ્વિન જયરામ 19
3. બાલુ કાકાળ 40
4. જહિર સોમા 45,
5.અનિલ
જ્યારે ગંભીર રીતે ઘાયલમાં
1. કિરણ દેવજી
2. જયેશ દેવજી