- અઠવા અને રાંદેર ઝોનમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો
- પાલિકા દ્વારા સર્વેલન્સની કામગીરી યથાવત રાખવામાં આવી છે
સુરત કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે પોઝિટિવની સંખ્યા 14,902 થઈ છે. મૃત્યુઆંક વધીને 649 થયો છે. રિક્વર થયેલા દર્દીઓની સંખ્યા 10,671 થઈ છે. હાલ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 3582 લોકો સારવાર લઈ રહ્યાં છે.
કોરોના પોઝિટિવ પૈકી 23 દર્દીઓ વેન્ટિલેટર પર
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામાં 649 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 344 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 326 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 14 વેન્ટિલેટર, 35 બાઈપેપ અને 277 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 157 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 117 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 9 વેન્ટિલેટર, 31 બાઈપેપ અને 77 દર્દીઓ ઓક્સિજન પર છે.