5 પોઇન્ટ્સમાં જાણો કેમ વડાપ્રધાનની અમેરિકા મુલાકાત ખાસ છે? ક્યારે-ક્યાં કરશે સંબોધન

0
70
  • આ મુલાકાતમાં PM મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને પહેલીવાર રૂબરૂમાં મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાની મુલાકાતે જવાના છે. નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે વડાપ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને 24 સપ્ટેમ્બરે મળવાના છે. બંને વચ્ચે આ મુલાકાત વોશિંગ્ટનમાં થવાની છે. જાન્યુઆરી 2021માં જો બાઈડને અમેરિકાની સત્તા સંભાળ્યા પછી પહેલીવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત થવાની છે. વડાપ્રધાન મોદી આજે રાજે અમેરિકાના પાટનગર વોશિંગ્ટન પહોંચી જશે. પીએમ મોદીની અમેરિકાની મુલાકાત વિશે વ્હાઈટ હાઉસથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં વ્હાઈટ હાઉસે કહ્યું છે કે અમે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ.

પીએમ મોદીની અમેરિકા મુલાકાત કેમ ખાસ છે?
1. કોરોનાકાળમાં પહેલી અમેરિકાની મુલાકાત
2. બાઇડનના રાષ્ટ્રપતિ બન્યા પછી આ પહેલી મુલાકાત
3. ક્વાડ દેશોના પ્રમુખોની પહેલી મુલાકાત
4. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર પછી પહેલી મુલાકાત
5. પાકિસ્તાન અને ચીન મુદ્દે પણ ચર્ચા કરાશે

કયા મુદ્દાઓ પર ચર્ચા કરાશે
અમેરિકાની મુલાકાત દરમિયાન પીએમ મોદી અને જો બાઈડન વચ્ચે વેપાર મુદ્દે વાતચીત થવાની છે. એ ઉપરાંત કટ્ટરપંથી સિવાય સીમા પારથી ચાલી રહેલા આતંકવાદ વિશે પણ વાતચીત કરવામાં આવશે. બંને નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હાલની સ્થિતિ વિશે પણ ચર્ચા શક્ય છે. બંને નેતાઓ આ મુદ્દાઓ પણ વાત કરવાની સાથે સાથે યોગ્ય સમાધાન કાઢવાનો પણ પ્રયત્ન કરશે.
જો બાઈડન સાથે બેઠક દરમિયાન પીએમ મોદી દુનિયામાં ફેલાતા આતંકી નેટવર્ક વિશે વાત કરશે અને એનાથી ઊભાં થતાં જોખમ સામે પણ પોતાની વાત રજૂ કરશે. આ બેઠકમાં ભારત-અમેરિકા વચ્ચે સુરક્ષા અને સહયોગ વિશે પણ ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદી સાથે આ બેઠકમાં વિદેશમંત્રી એસ. જયશંકર, એનએસએ અજિત ડોભાલ સિવાય વિદેશસચિવ શ્રૃંગલા પણ હાજર રહેશે એવી શક્યતા છે.

શું છે વડાપ્રધાનનું શિડ્યૂલ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે સવારે 11 વાગે અમેરિકા માટે રવાના થશે અને 26 સપ્ટેમ્બરે ભારત પરત આવશે. પાંચ દિવસની અમેરિકા મુલાકાતમાં વડાપ્રધાન મોદી ક્વાડ સમિટ, કોવિડ ગ્લોબલ સમિટમાં પણ ભાગ લેશે. આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને પણ સંબોધન કરશે.
23 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ મુલાકાત કરવાના છે. એપલના સીઈઓ ટિમ કુક સાથે પણ મુલાકાત કરશે. 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત કરશે. અફઘાનિસ્તાન, આતંકવાદ, સુરક્ષા, વેપાર સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

  • 22 સપ્ટેમ્બરે- અમેરિકા માટે રવાના
  • 23 સપ્ટેમ્બરે- અમેરિકા પહોંચશે
  • 23 સપ્ટેમ્બરે- ઓસ્ટ્રેલિયા, જાપાનના પીએમ સાથે મુલાકાત
  • 24 સપ્ટેમ્બર- પીએમ મોદી અને બાઈડનની મુલાકાત
  • 24 સપ્ટેમ્બર- ક્વાડ બેઠકમાં ભાગ લેશે મોદી
  • 25 સપ્ટેમ્બર- UNGAમાં પીએમ મોદીનું સંબોધન
  • 26 સપ્ટેમ્બર- સ્વદેશ પરત આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here