153 દર્દી ઓક્સિજન અને 58 દર્દી વેન્ટીલેટર ઉપર છે અને 852 દર્દીની હાલત સ્થિર છે
વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 6 દર્દીના મોત થયા છે. તમામ દર્દીઓની અંતિમ વિધિ સરકારની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવી હતી.
મૃતકોની ઉંમર અને વિસ્તારના નામ
-ગોરવા વિસ્તારની 47 વર્ષીય મહિલાનું મોત
-સુભાનપુરા વિસ્તારના 66 વર્ષીય પુરૂષનું મોત
-છોટાઉદેપુરના 70 વર્ષીય પુરૂષનું મોત
-તરસાલી વિસ્તારના 70 વર્ષીય પુરૂષનું મોત
-દાહોદની 73 વર્ષીય મહિલાનું મોત
-માંજલપુરના 82 વર્ષીય પુરૂષનું મોત
વડોદરામાં કોરોનાના કેસનો કુલ આંક 5152 થયો
વડોદરા મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આમ પોઝિટિવ કેસનો કુલ આંક 5152 પર પહોંચી ગયો છે અને સત્તાવાર મૃત્યુઆંક 99 ઉપર પહોંચ્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 3990 દર્દી રિકવર થયા છે. હાલ પૈકી 153 દર્દી ઓક્સિજન ઉપર અને 58 દર્દી વેન્ટીલેટર ઉપર છે અને 852 દર્દીની હાલત સ્થિર છે.
શહેરના આ વિસ્તારોમાંથી બુધવારે કેસ નોંધાયા
માંજલપુર, કપુરાઇ, સોમાતળાવ, મકરપુરા, તરસાલી, અકોટા, ફતેપુરા, વડસર, કલાલી, નવાયાર્ડ, ગોરવા, સુભાનપુરા, ઇલોરાપાર્ક, ગોત્રી, તાંદલજા, વાડી, અલકાપુરી, વારસીયા, આજવા રોડ, વાઘોડિયા રોડ
ગ્રામ્યના આ વિસ્તારમાંથી બુધવારે કેસ સામે આવ્યા
ડભોઇ, પાદરા, કરજણ, રૂસ્તમપુરા, કોટણા, દશરથ, સોખડા, સેવાસી, રણોલી, સાંકરદા