સુરતમાં મઘરાતથી વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ, 5 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

0
104
  • વરાછા-એ ઝોનમાં રાતના 12થી સવારના 10 વાગ્યા સુધીમાં 124 મીમી વરસાદ
  • કામરેજ દાદા ભગવાન મંદિર આસપાસના વિસ્તારના ઝૂપડાઓમાં પાણી ભરાયાં
  • કડોદરા હાઈ વે પરથી પાણી ફરી વળતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં

હવામાન વિભાગની આગાહી મુજબ સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મોડિ રાતે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વરાછા ઝોન-એમાં 10 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરાછા અને કામરેજ તરફ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. સાથે જ હાઈ વે પર પાણી ફરી વળતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા અને છોડવાનું બંધ કરતાં 342 ફૂટની સપાટી નોંધાઈ છે.

નેશનલ હાઈ વે પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.

નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.

વાહનચાલકો અટકવાયા
સુરત શહેરમાં પણ મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો હતો. રાત્રી દરમ્યાન સુરત શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાતથી જ શરુ થયેલો વરસાદ સવારમાં પણ શરુ જ રહ્યો હતો. જેને લઈને સુરત શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. વરસાદના કારણે સવારે નોકરી ધંધે જતા તેમજ સ્કુલે જતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. સુરતના પર્વત ગામ પાસે રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પડી હતી. અહી રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી.

નીચાણવાળા ઘરમાં પાણી આવી જતાં રાસરચીલું પલળી ગયું હતું.

નીચાણવાળા ઘરમાં પાણી આવી જતાં રાસરચીલું પલળી ગયું હતું.

ઝૂપડાંઓમાં પાણી ઘૂસ્યા
કામરેજના દાદા ભગવાન મંદિર પાસેના આસપાસના વિસ્તારોમાં પણ ભરચક પાણી ભરાયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઝૂંપડપટ્ટી પાણી ભરાઇ જતા ઘરવખરીને પણ નુકશાન થયું હતું. નાના બાળકો અને મહિલાઓ એ ઘરની બહાર રહેવાની ફરજ પડી હતી. એક જ સ્થળે વરસાદી પાણીનો અન્ય ગંદુ દૂષિત પાણી પણ એકત્રિત થતાં આ વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઇ રહી છે. સતત આવતા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે

હાઈ વે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતાં.

હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતાં.

હાઈ વે પર પાણી ફરી વળ્યાં
સુરત જીલ્લામાં આવેલા કડોદરા હાઈવે પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. અહી લાંબી વાહનોની કતારો પણ જોવા મળી હતી. કાલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. અને આ ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. ભારે વરસાદના કારણે અહી ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઇ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રસ્તાઓ પણ પાણીમાં ગરક થઈ જતાં વાહનચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

રસ્તાઓ પણ પાણીમાં ગરક થઈ જતાં વાહનચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

ઉકાઈની સપાટીમાં વધારો
બીજી તરફ ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે જયારે હાલમાં ઉકાઈ ડેમની સપાટી 342 ફૂટ સુધી પહોચી ગયી છે. ડેમમાં પાણીની આવક 50 હજાર કયુસેક નોંધાઈ છે. ડેમમાંથી 1100 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત સુરતમાં આવેલા અને રાંદેર કતારગામને જોડતા વિયરકમ કોઝવે પણ ઓવરફલો થયો છે. કોઝવેની સપાટી 6 મીટરને પારી કરીને 6.62 મીટર પહોચી છે. કોઝવે ઓવરફલો થતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

ઘરમાં પાણી આવી જતાં ઉલેચવાની ફરજ પડી હતી.

ઘરમાં પાણી આવી જતાં ઉલેચવાની ફરજ પડી હતી.

ઝોન વાઈઝ વરસાદ(રાતના 12થી સવારના 10 સુધીનો મીમીમાં)

સેન્ટ્રલ ઝોન21
વરાછા-એ124
વરાછા-બી118
રાંદેર14
કતારગામ64
ઉધના61
લિંબાયત76
અઠવા35

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here