વોર્ડ નં.૦૬ના કોર્પોરેટરઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવેલ રજૂઆત અન્વયે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મશીનની મદદથી રાંદરડા તળાવમાંથી જળકુંભી(ગાંડી વેલ)દૂર કરવાની કામગીરી શરૂ.

0
78

રાજકોટ મહાનગરપાલિકાની માર્કેટ સમિતિના ચેરમેન તેમજ વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર શ્રીમતી દેવુબેન મનસુખભાઈ જાદવ તથા આ વોર્ડના અન્ય કોર્પોરેટર શ્રીમતી મંજુબેન ઘનશ્યામભાઈ કુગસીયા, પરેશભાઈ પીપળીયા તથા ભાવેશભાઈ દેથરિયાએ રાંદરડા તળાવમાં પ્રદ્યુમન પાર્ક પાસે મોટા પ્રમાણમાં ઉગી નીકળેલ જળકુંભી(ગાંડી વેલ)ને સત્વરે દૂર કરાવવા, તા.૨૦/૦૯/૨૦૨૧ના રોજ મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર પાઠવી, રજૂઆત કરવામાં આવેલ.

        જે રજૂઆત પરત્વે, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની સુચનાનુસાર, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા Weed skimmer removal મશીનની મદદથી, રાંદરડા તળાવમાં પ્રદ્યુમન પાર્ક પાસે મોટા પ્રમાણમાં ઉગી નીકળેલ જળકુંભી(ગાંડી વેલ)ને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જેને લીધે આ વિસ્તાર આસપાસના લતાવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here