રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વન ડે ટુ વોર્ડ” સફાઈ ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.૧૧ તથા વોર્ડ નં.૧૪માં યોજાયો..

0
90

દેશના માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓના હિતમાં અનેક યોજનાઓ મુકેલ છે. સમગ્ર દેશમાં દેશવાસીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તે માટે “સ્વચ્છ ભારત મિશન” અભિયાન શરૂ કરેલ છે. આજ તા.૧૭/૦૯/૨૦૨૧ના રોજ દેશના માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વન ડે ટુ વોર્ડ” સફાઈ ઝુંબેશનો આયોજન કરાયેલ. જેના અનુસંધાને આજ તા.૨૩/૦૯/૨૦૨૧ના રોજ વોર્ડ નં.૧૧ તથા વોર્ડ નં.૧૪માં સફાઈ ઝુંબેશ હાથ ધરાયેલ.

વોર્ડ નં.૧૪માં મેયર ડૉ.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, શહેર ભાજપ મંત્રી જ્યોત્સનાબેન હળવડીયા, વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર કેતનભાઈ પટેલ, નિલેશભાઈ જલુ, ભારતીબેન મકવાણા, વર્ષાબેન રાણપરા, વોર્ડ પ્રભારી હસુભાઈ ચોવટીયા, પ્રમુખ હરિભાઈ રાતડીયા, મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, વિપુલભાઈ માખેલા, મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ શોભનાબેન ચૌહાણ, મહામંત્રી વૈશાલીબેન મહેતા, શહેર મંત્રી નીલમબેન જાની, શહેર કારોબારી દિપ્તીબેન વોરા, આઈ.ટી. સેલ્લના અમિતભાઈ બાવરેચા, મહેશભાઈ પરમાર, વિજયભાઈ કારીયા, શિક્ષણ સેલ્લના ક્ન્ન્વીનર જયદીપભાઈ જલુ, કરણભાઈ સોરઠીયા, જયેશભાઈ પાઠક, અરવિંદભાઈ તલસાણીયા, ભનુભાઈ પટેલ, હિનાબેન પટેલ, અરુણાબેન મારવાડિયા, કેયુરભાઈ મશરૂ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વોર્ડ નં.૧૧માં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર રાણાભાઇ સાગઠીયા, વિનોદભાઈ સોરઠીયા, ભારતીબેન પાડલીયા, લીલુબેન જાદવ, વોર્ડ પ્રભારી રાજુભાઈ માલધારી, પ્રમુખ સંજયભાઈ પીપળીયા, મહામંત્રી હરસુખભાઈ માકડિયા, સંજયભાઈ બોરીચા, રાજુભાઈ બોરીચા, તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.

આ ઝુંબેશ અંતર્ગત બપોર સુધીમાં આશરે ૩૦ ટન જેટલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો. તેમજ મેલેરીયા વિભાગ દ્વારા ફોગીંગ, દવા છંટકાવ વિગેરે કામગીરી પણ સાથોસાથ શરૂ કરાયેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here