અમદાવાદ હોસ્પિટલની બેદરકારી સામે પોલીસ એક્શનમાં, ટ્રસ્ટી ભરત મહંત પુછપરછમાં લઈ ગઈ

0
402
  • ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટવાળા નીકળ્યા, શ્રેય હોસ્પિટલે પરિવારજનોને જાણ ન કરી
  • શ્રેય હોસ્પિટલને સીલ કરાઈ છે અને તેની સામે FIR દાખલ કરવામાં આવી છે

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે શ્રેય હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કોરોના પોઝિટિવ દર્દીઓના વોર્ડમાં આગ લાગી હતી. આગમાં કોરોનાના 8 દર્દીઓ જીવતાં ભૂંજાયા હતા. આગના સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલની બેદરકારી હોવાનું સામે આવ્યું છે. ત્યારે 4 ટ્રસ્ટીઓ પૈકીના એક ભરત મહંતને પોલીસે પૂછપરછ માટે લઈ ગઈ છે.

મૃતક દર્દીઓના સગાને પોલીસ જાણ કરશે
સેક્ટર -1 જોઈન્ટ કમિશર ઓફ પોલીસ (JCP) આર.વી. અસારીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી હતી કે નહીં, ઇમરજન્સી એક્ઝિટ હતી કે નહીં. તમામ પાસાઓ અંગે તપાસ શરૂ કરી છે. હાલ 4 ટ્રસ્ટીઓ પૈકી ભરત મહંત નામના ટ્રસ્ટીને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. દર્દીઓના સગાઓને પણ પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવશે.

હોસ્પિટલમાં એક્સપાયરી ડેટના ફાયર સેફ્ટીના સાધનો
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. ત્યારે આ દુર્ઘટના પાછળ ફાયર વિભાગ તેમજ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રેય હોસ્પિટલમાં માત્ર એક જ દરવાજો છે. ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરતા તે પણ એક્સપાયરી ડેટના નીકળ્યા છે. ત્યારે હોસ્પિટલે પણ મધરાતે લાગેલી આગમાં મોતને ભેટનાર દર્દીઓના પરિવારજનોને જાણ ન હતી કરી. પરિવારજનનો મીડિયા દ્વારા દુર્ઘટનાની જાણ થઈ હતી. હાલમાં હોસ્પિટલમાંથી 5 લોકોના મૃતદેહ પીએમ માટે લઇ જવામાં આવ્યા છે. હાલમાં શ્રેય હોસ્પિટલને સીલ કરાઈ છે અને તેની સામે FIR દાખલ કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here