અરવલ્લીઃશામપુરથી મોડાસા માર્ગને જોડતો રસ્તો ગાંડા બાવળથી ઢંકાઈ ગયો છે. તંત્ર ક્યારે જાગશે??.

0
66

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના શામપુર થી રાજેન્દ્રનગર – મોડાસા રોડ પર આવેલા શામપુર પિકઅપ સ્ટેન્ડ સુધી લગભગ ચાર કિમી. રોડની આજુ બાજુ ગાંડા બાવળ તેમજ ઝાડી ઝાંખરા ફેલાતાં સામેથી આવતાં વાહન દેખાતાં ન હોવાથી મોટો અકસ્માત સર્જાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. શામપુર તેમજ આજુબાજુ વિસ્તારના નાગરિકો તેમજ બહાર અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ રોડની બંને બાજુએ ગાંડા બાવળ ઉગી નીકળતાં અકસ્માતના ભયના ઓથાર હેઠળ અપ ડાઉન કરી રહ્યા છે….

  • શામપુર ગામના સરપંચ દ્વારા વારંવાર માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે,જો સત્વરે રોડ ની આજુબાજુના ગાંડા બાવળ કાપવાની કામગીરી હાથધરી સાફસફાઈ કરવામાં નહી આવે તો મોટો અકસ્માત સર્જાવાની શક્યતાઓ છે, અને જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ…? લાગતું વળગતું તંત્ર કે અધિકારી દ્વારા જવાબદારી લેવામાં આવશે ખરી…!

    અહેવાલ : જગદીશ પ્રજાપતિ. બાયડ. અરવલ્લી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here